fbpx
Thursday, January 9, 2025

વજન ઘટાડવાથી લઈને અનેક બીમારીઓમાં ફાયદાકારક છે આ પાણી, જાણો તેના ફાયદા

ભારતીય ભોજનમાં હળદર મુખ્ય મસાલો છે. બધાના ઘરે હળદર તો સરળતાથી મળી જાય છે. હળદરના ગુણોનું આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હળદર સુંદરતાથી લઈને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણો હોય છે જેના કારણે તેનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. સવારે ખાલી પેટે હળદરવાળુ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. હળદરવાળુ પાણી પીવાથી મેદસ્વિતા ઘટે છે અને શરીર બેક્ટેરિયલ ઈન્ફેક્શન સામે લડવામાં સક્ષમ બને છે. તો અહીં જાણો ખાલી પેટે હળદરવાળુ પાણી પીવાના ફાયદા.

હળદરવાળુ પાણી કેવી રીતે બનાવવું

હળદરવાળુ પાણી તૈયાર કરવા માટે તમે ફ્રેશ હળદરનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે હળદરનો એક ટુકડો લઈને પાણીમાં નાખીને આખી રાત પલાળી રાખો. સવારે આ પાણી પી લેવું. એક ગ્લાસ પાણીમાં 1/2 ટી સ્પૂન હળદર નાખીને આખીરાત પલાળીને છોડી દો અને સવારે તેને હુંફાળુ પાણી પી લેવું. સવારે ખાલી પેટે હળદરવાળુ પાણી પીવાથી ફાયદો થાય છે.

હળદરવાળુ પાણી પીવાના ફાયદા

વજન ઘટાડવા માટે

ખાલી પેટે હળદરવાળુ પાણી પીવાથી મેદવસ્વિતા ઘટે છે. જે લોકો વજન ઘટાડવા માગે છે તે લોકો માટે હળદરવાળુ પાણી ફાયદાકારક હોય છે. તમે ઈચ્છો તો હળદરની સાથે પાણીમાં થોડો આદુનો પસ પણ મિક્સ કરી શકો છો. તેને ગરમ કરીને ચાની જેમ પી શકો છો. હળદરવાળુ પાણી હાર્ટ માટે ફાયદાકારક હોય છે.

સંધિવામાં રાહત

હળદરમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે જે રૂમેટાઈડ આર્થરાઈટિસ ને આસ્ટિયોઆર્થરાઈટિસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. હળદરવાળુ પાણી પીવાથી સંધાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે. તેમાં એન્ટિએક્સિડન્ટ હોય છે જે શરીરના કોષોને ફ્રી રેડિકલ્સ થતા નુકસાનથી બચાવે છે. તેમજ હળદરવાળુ પાણી પીવાથી સોજામાં પણ રાહત મળે છે.

પાચન શક્તિ મજબૂત થાય છે

હળદરવાળુ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાથી છૂટકારો મળે છે. હળદરમાં રહેલ કરકુમિન કમ્પાઉન્ડ ગોલબ્લેડર પિત્તને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી પાચનમાં મદદ મળે છે. તેમજ હળદરવાળુ પાણી પીવાથી લિવર ડિટોક્સીફાય થાય છે. તેનાથી ગેસ અને સોજાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles