fbpx
Monday, January 13, 2025

ગ્રહોના રાજા સૂર્ય અને ધનના દાતા શુક્રની યુતિ કર્ક રાશિમાં બનશે, આ રાશિવાળાને ઊંચાઈ પર લઈ જશે, ધન તથા પદ-પ્રતિષ્ઠા વધશે

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પર રાશિ પરિવર્તન કરીને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. અત્રે જણાવવાનું કે જુલાઈમાં ગ્રહોના રાજા સૂર્ય અને ધનના દાતા શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આવામાં આ બંને ગ્રહોની યુતિ કર્ક રાશિમાં બનશે. જેનાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોની કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે…

કર્ક 

કર્ક રાશિવાળા માટે શુક્ર અને સૂર્યની યુતિ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારા રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહી છે. આથી આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. તમારી બુદ્ધિ અને કૌશલનું સ્તર વધશે અને તમને વધારાનું ધન કમાવવાની તક મળશે. આ સમય દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થઈ શકશે. પરણેલા લોકોનું લગ્નજીવન ખુશનુમા રહેશે. કૌટુંબિક અને લગ્ન જીવન સારું રહેશે. અધૂરા કાર્યો પૂરા થશે. પાર્ટનરશિપમાં લાભ થશે.   

કન્યા 

શુક્ર અને સૂર્ય દેવનો સંયોગ કન્યા રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના આવક અને લાભના સ્થાને થઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. તમારી આવકના નવા સ્ત્રોત બની શકે છે. કારોબાર અને શેર બજારથી તમને સારો એવો લાભ થઈ શકે છે. લગ્ન જીવનમાં જો અણબનાવ હોય તો આ સમયગાળામાં તે ખતમ થઈ જશે અને સંતાનથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે. રોકાણથી લાભના યોગ છે. 

તુલા 

તુલા રાશિવાળા માટે શુક્ર અને સૂર્યની યુતિ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી  રાશિથી કર્મ ભાવ પર થવા જઈ રહી છે. આ દરમિયાન તમને કામ કાજમાં ખાસ પ્રગતિ થઈ શકે છે. નોકરીયાતો આ સમય દરમિયાન ફક્ત પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને કરિયરને આગળ વધારશે. એટલે કે જૂનિયર અને સીનિયરનો સાથ મળશે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. જો તમે વેપારી હોવ તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles