fbpx
Sunday, July 14, 2024

આ નાના છોડ ઘરની હવાને શુદ્ધ કરશે, ઘરની સુંદરતામાં પણ વધારો કરશે

ઘણા લોકો ઘરમાં જાતભાતના છોડ લગાવતા હોય છે. આ છોડ ઘરની શોભા વધારે છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે અમે ઘરને ઠંડક આપે એવા પાંચ છોડ વિશે માહિતી લઈને આવ્યા છીએ. જો તમે ગાર્ડનિંગના શોખીન છો? તો ઉનાળાની ઋતુમાં તમે પોતાના ઘરોમાં જુદા જુદા છોડ લગાવી શકો છો. આ સિવાય આ છોડને લગાવવાથી ઘરમાં ઠંડક તથા ખુશ્બૂ પ્રસરેલી રહે છે. અહીં એવા જ છોડ વિશે માહિતી આપવામાં આવી છે.

તમે ઘરમાં બેબી રબર પ્લાન્ટનો છોડ પણ વાવી શકો છો. તે એક ઈન્ડોર પ્લાન્ટ છે. આ છોડ કાર્બન ડાયોક્સાઈડને શોષી લઈ પોતાની આસપાસના તાપમાનને ઓછું કરે છે. આ છોડને દરરોજ પાણી પીવડાવવાની જરૂર પડતી નથી. સારી માવજત કરવાથી આ છોડ સારી રીતે વિકસી શકે છે.

એલોવેરાનો છોડ પોતાના ઔષધીય ગુણોને લીધે જાણીતો છે. કારણ કે તે સ્કિન અને સ્વાસ્થ્ય બંને માટે ઘણો ફાયદાકારક છે. આ ઉપરાંત એલોવેરાનો છોડ આસપાસની હવામાં રહેલું ભેજ શોષીને હવાને ઠંડી રાખે છે.

ક્રોટોનનો છોડ તેના લાલ, પીળા તથા નારંગી રંગના પાનને કારણે સુંદર દેખાય છે. આ છોડ લિવિંગ રૂમમાં તથા બાલ્કનીમાં લગાવવામાં આવે છે. આ છોડ સકારાત્મક ઊર્જા ફેલાવે છે. ક્રોટોનના રંગબેરંગી પાંદડા હવામાં રહેલા હાનિકારક તત્ત્વોને શોષી લે છે. જેથી તેની આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે.

મોટાભાગના લોકો ઘર તથા ઑફિસમાં મની પ્લાન્ટનો છોડ લગાવે છે. કારણ કે આ છોડ પૈસા અપાવે છે, એવી માન્યતા પ્રચલીત છે. પૈસાનું તો ખબર નહીં, પરંતુ તે ઘરને ઠંડક અવશ્ય આપે છે. આ છોડને સૂર્યપ્રકાશની જરૂર હોતી નથી.

અરેકા પામનો છોડ દેખાવે બહું સુંદર હોય છે. જેથી તેને લોકો બાલ્કનીમાં રાખવાનું પસંદ કરે છે. આ છોડ હવાને ઠંડી કરવામાં મદદ કરે છે. જેથી તમને ગરમીથી રાહત મળશે. સાથોસાથ તે હવામાં હાજર રહેલા ઝેરી તત્ત્વોનો પણ સફાયો કરે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles