fbpx
Saturday, January 11, 2025

ચોમાસામાં તુલસીના પાન છે રામબાણ ઉપાય, આ સ્વાસ્થ્ય સમસ્યાથી મળશે છુટકારો

તુલસીનો છોડ ભારતીય ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ છે અને મોટાભાગના લોકો તેના ઔષધીય ગુણોથી વાકેફ છે. તુલસી ચોમાસાની ઋતુમાં થતી અનેક વાયરલ સમસ્યાઓથી રાહત અપાવી શકે છે.

ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ છે. આ છોડને તેના ઔષધીય ગુણોના કારણે આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક ગણાવવામાં આવ્યો છે. તુલસીના પાનને સીધા જ ખાવા ઉપરાંત તેનો ઉકાળો બનાવીને, ચામાં ઉમેરીને, પાવડર બનાવીને, તુલસીનું પાણી વગેરે બનાવીને તેનું સેવન કરી શકાય છે.

તુલસીને વાત, કફ અને પિત્તને ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. તેથી તુલસી તમને વરસાદની મોસમમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે.

દરરોજ સવારે ખાલી પેટે તુલસીના પાન લો : બદલાતા હવામાનમાં વાયરલ ઈન્ફેક્શનથી સુરક્ષિત રહેવા માટે ઈમ્યુનિટી વધારવી ખૂબ જ જરૂરી છે. આ માટે દરરોજ સવારે ત્રણથી ચાર તુલસીના પાન નવશેકા પાણી સાથે ગળવા જોઈએ. આ વાતનું પણ ધ્યાન રાખો કે તુલસીના પાન સતત 40 દિવસથી વધુ ન ખાવા જોઈએ.

ગળાના દુખાવા અને ઉધરસ : ચોમાસામાં ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીના કારણે તાપમાનમાં વધઘટ થતો રહે છે અને તેના કારણે ગળામાં ખરાશ, ઉધરસ, શરદી જેવી સમસ્યાઓ થવા લાગે છે. રાહત માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી આરામ મળે છે અથવા તુલસીના પાનને ચામાં ઉમેરીને પી શકાય છે.

પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત : ચોમાસામાં બેક્ટેરિયાના વિકાસને કારણે અથવા ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આનાથી છુટકારો મેળવવા માટે તુલસીના 8 થી 10 પાન લઈને તેને થોડાં જીરું સાથે પીસીને મધ સાથે થોડું-થોડું ખાવાથી ઘણી રાહત મળે છે.

તુલસી ઘામાં ચેપ અટકાવે છે : વરસાદની મોસમમાં ઘણી વખત ત્વચા પર ફોલ્લીઓ અથવા ઘા થવાને કારણે ચેપ લાગવાનો ભય રહે છે. તેનાથી બચવા માટે આ સમય દરમિયાન તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઘામાં ચેપથી બચાવે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles