શનિની આ વક્રી અવસ્થા અનેક રાશિના જાતકો માટે સારી તો કેટલાક માટે પ્રકોપ લઈને પણ આવી છે. જો કે શનિએ પોતાની જ મૂળ ત્રિકોણ રાશિમાં વક્રી થવાથી શશ નામના રાજયોગનું નિર્માણ કર્યું છે. શનિના વક્રી થવાથી સર્જાયેલા શશ રાજયોગ કેટલાક માટે નકારાત્મક તો કેટલાક માટે ભાગ્ય ચમકાવનારો રહેશે. જાણો કોનું ભાગ્ય ચમકી શકે છે.
કર્મફળ દાતા અને ન્યાયના દેવતા શનિદેવ સૌથી ધીમી ગતિથી ચાલતા ગ્રહ ગણાય છે. તેઓ એક રાશિમાં લગભઘ અઢી વર્ષ રહે છે. આવામાં શનિને રાશિ ચક્ર પૂરું કરતા 30 વર્ષનો સમય લાગી જાય છે. શનિના રાશિ પરિવર્તન કરવાની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે 12 રાશિઓ પર સાડા સાતી અને ઢૈય્યાનો પ્રકોપ નાખે છે. અત્રે જણાવવાનું કે શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. જ્યાં તે 29 જૂનથી વક્રી ચાલ એટલે કે ઉલ્ટી ચાલ ચાલવા લાગ્યો છે. શનિની આ વક્રી અવસ્થા અનેક રાશિના જાતકો માટે સારી તો કેટલાક માટે પ્રકોપ લઈને પણ આવી છે. જો કે શનિએ પોતાની જ મૂળ ત્રિકોણ રાશિમાં વક્રી થવાથી શશ નામના રાજયોગનું નિર્માણ કર્યું છે. શનિના વક્રી થવાથી સર્જાયેલા શશ રાજયોગ કેટલાક માટે નકારાત્મક તો કેટલાક માટે ભાગ્ય ચમકાવનારો રહેશે. જાણો કોનું ભાગ્ય ચમકી શકે છે. અત્રે જણાવવાનું કે શનિ જ્યારે સ્વરાશિ એટલે કે મકર અને કુંભ રાશિમાં હોય કે પછી પોતાની ઉચ્ચ રાશિ તુલાથી થઈને કુંડળીના કેન્દ્રભાવમાં સ્થિત હોય તો શશ રાજયોગનું નિર્માણ થાય છે. શનિના મીન રાશિમાં ગયા બાદ જ આ રાજયોગ પૂરો થશે.
વૃષભ
આ રાશિના જાતકો માટે શશ રાજયોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. લાંબા સમયથી જે કામ અટકેલા હતા તે એકવાર ફરીથી પૂરા થઈ શકે છે. કરિયરની વાત કરીએ તો લાંબા સમયથી નોકરીની શોધમાં હશો તો હવે ફાયદો થઈ શકે છે. આ સાથે જ તમારા કામને બિરદાવવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થઈને સારું અપ્રેઝલ કે મોટી જવાબદારી સોંપી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને ખુબ લાભ થઈ શકે છે. વેપારમાં પણ લાભ થવાના પૂરેપૂરા એંધાણ છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. જો કે સ્વાસ્થ્યને લઈને સજાગ રહેજો.
વૃશ્ચિક
આ રાશિના જાતકો માટે શશ રાજયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સાથે જ કરજમાંથી છૂટકારો મળશે. પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓમાં સફળતા મળી શકે છે. જો રોકાણ કરવાનું વિચારતા હોવ તો તમારા માટે લાભકારી રહી શકે છે. હંમેશા પ્લાન બનાવીને જ જો કે રોકાણ કરવું. તો તમને સારું રિટર્ન મળી શકશે. બેરોજગારોને પણ લાભ મળવાના પૂરેપૂરા ચાન્સ છે.
કુંભ
આ રાશિના લગ્ન ભાવમાં શશ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં શનિના વક્રી થવાથી આ રાશિના જાતકો પર નકારાત્મક પ્રભાવ ઓછો પડી શકે છે. લાંબા સમયથી કોર્ટ કચેરીના ચાલી રહેલા કેસોમાંથી છૂટકારો મળી શકે છે. માનસિક અને શારીરિક તણાવથી મુક્તિ મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આ ઉપરાંત ધન સંપત્તિમાં વધારો થઈ શેક છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. પાર્ટનરશીપમાં કરાયેલા કામોમાં પૂરા લાભ મળશે. કરિયરમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)