fbpx
Thursday, January 9, 2025

આ મસાલા ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારશે, રોગો દૂર રહેશે

ભારતીય ભોજન દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલા ભારતીય ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારે છે. ભોજનના સ્વાદમાં ચાર ચાંદ લગાડતા મસાલા શરીરને પણ ફાયદા કરે છે. દરેક ઘરના રસોડામાં કેટલાક મસાલા તો હોય જ છે. આ મસાલાનો ઉપયોગ તમે પણ આજ સુધી રસોઈમાં કર્યો હશે. આ મસાલા તબિયત પણ સુધારે છે. આજે તમને એવા જ કેટલાક મસાલા વિશે જણાવીએ જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ખાસ કરીને ચોમાસામાં જ્યારે ઇમ્યુનિટી નબળી પડી જાય છે અને અલગ અલગ પ્રકારની બીમારીઓનું જોખમ વધી જાય છે ત્યારે આ મસાલાનું સેવન તમને બીમારીઓથી બચાવી શકે છે. આ મસાલાને ડાયટમાં સામેલ કરવાથી ચોમાસામાં સ્વાસ્થ્ય સારું રહે છે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહે છે. તો ચાલો તમને જણાવીએ ડાયટમાં કયા કયા મસાલાનો સમાવેશ કરવો જોઈએ.

હળદર 

દરેક પ્રકારની વાનગીમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદર એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ ગુણથી ભરપૂર હોય છે. આ ગુણના કારણે ચોમાસામાં પણ હળદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ડાયટમાં હળદરનો સમાવેશ કરવાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. જેના કારણે વરસાદી વાતાવરણમાં ફેલાયેલા સંક્રમણથી બચી શકાય છે. 

લવિંગ 

યુજેનોલેથી ભરપૂર લવિંગ લોકપ્રિય ગરમ મસાલો છે. લવિંગમાં રહેલા ગુણ બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. લવિંગનો ઉપયોગ અલગ અલગ સ્વાદિષ્ટ વ્યંજનમાં કરવામાં આવે છે. ચોમાસામાં લવિંગનું સેવન કરવાથી પાચન સુધરે છે અને સાથે જ શ્વાસ સંબંધિત બીમારીમાં પણ રાહત થાય છે તેનાથી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. 

અજમા 

અજમા ચમત્કારી ગુણોથી ભરપૂર છે. ચોમાસામાં આ મસાલાનું સેવન કરવું જ જોઈએ. ચોમાસામાં પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં આ મસાલો મદદ કરે છે. અજમા વાતહર ગુણ માટે પ્રખ્યાત છે. તેનું સેવન કરવાથી અપચો, ગેસ જેવી પેટની તકલીફો મટે છે. 

જીરું 

જીરાથી અગણિત સ્વાસ્થ્ય લાભ છે. ચોમાસામાં જીરું ખૂબ જ મહત્વપૂર્ણ મસાલો સાબિત થાય છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળે છે. તેનાથી અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. 

કાળા મરી 

કાળા મરી તેના ગરમ ગુણ માટે જાણીતા છે. તે ઇમ્યુનિટી વધારે છે અને પાચન સંબંધિત સમસ્યા પણ દૂર કરે છે. ચોમાસામાં ફેલાતી બીમારીઓથી બચાવવામાં કાળા મરી મદદ કરે છે. કાળા મરીને તમે અલગ અલગ વ્યંજનમાં ઉમેરીને લઈ શકો છો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles