પંચાંગ અનુસાર ગુપ્ત નવરાત્રી આ વર્ષે 6 જુલાઈ અને શનિવારથી શરૂ થઈ રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન માં ભગવતીની નવ મહાવિદ્યાની ઉપાસના કરવામાં આવે છે. સાથે જ જો આ નવ દિવસ દરમિયાન રાશિ અનુસાર માતાની પૂજામાં કેટલીક વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો તેનાથી વિશેષ લાભ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે તે માટે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ માતાને અર્પણ કરવી.
મેષ રાશિના લોકોએ નવરાત્રીમાં માં ભગવતીને અડદની દાળ અર્પણ કરવી જોઈએ. ત્યાર પછી આ દાળને દાનમાં આપી દો.
વૃષભ રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં માં કાલીને કરેણના બ્લુ ફુલ અર્પણ કરવા.
મિથુન રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં માતાને રોજ લવિંગ અર્પણ કરવા જોઈએ.
કર્ક રાશિના લોકોએ નવરાત્રીમાં મહાકાળી માંને 6 કે 11 લવિંગ અર્પણ કરવા અને ત્યાર પછી કપૂર સાથે તેને સળગાવી દેવા.
સિંહ રાશિના લોકોએ માં દુર્ગાને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ તેનાથી લાભ પ્રાપ્ત થશે.
કન્યા રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં માતાને લાલ રંગના ફૂલ નિયમિત ચડાવવા જોઈએ.
તુલા રાશિના લોકોએ મહાકાલીને પીપળાના પાન નિયમિત અર્પણ કરવા જોઈએ આમ કરવાથી જીવનમાં આવેલી સમસ્યા દૂર થાય છે.
વૃશ્ચિક રાશિના લોકો ગુપ્ત નવરાત્રીમાં માતાને પાણી ભરેલું નાળિયેર અર્પણ કરે તો લાભ થશે.
ધન રાશિના લોકોએ આ ગુપ્ત નવરાત્રીમાં મહાકાળીની પૂજા કરતી વખતે પાણીનો કળશ સાથે રાખવો અને પૂજા પછી તે પાણીને ઘરમાં છાંટી દેવું. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ વધશે.
મકર રાશિના લોકોએ નવરાત્રીમાં માં દુર્ગાને કાજલ અર્પણ કરવું જોઈએ.
કુંભ રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં માતાની સામે સરસવના તેલનો દીવો નિયમિત કરવો
મીન રાશિના લોકોએ ગુપ્ત નવરાત્રીમાં રોજ એક ફળ માતાને અર્પણ કરવું અને પૂજા પછી તે ફળ બાળકોને ખવડાવી દેવું.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)