આજે જગન્નાથ મંદિરના ચારેય ગેટ ખોલી દેવામાં આવ્યા છે. ચારધામમાં જગન્નાથ મંદિરનું નામ સૌથી પહેલું લેવામાં આવે છે. 800 વર્ષ જૂનું આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું છે. આ મંદિરમાં ઘણા ચમત્કાર અને રહસ્યો છુપાયેલા છે. ત્યારે આ લેખમાં તે રહસ્યો વિશે જાણકારી આપવામાં આવી છે.
કહેવામાં આવે છે કે, જમીન પર આ મંદિરનો પડછાયો નથી પડતો.
તમે ક્યારેય આ મંદિરના શિખરની છાયા નથી જોઈ શકતા, તે હંમેશા અદ્રશ્ય રહે છે. તેમજ આ મંદિરની ઉપરથી કોઈ પક્ષી નથી ઉડતું અને કોઈ વિમાન પણ નથી ઉડતું. જગન્નાથ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે. આ સુદર્શન ચક્ર વિશે કહેવામાં આવે છે કે તમે તેને કોઈપણ બાજૂઠું જુઓ તો તેનું મોં તમારી તરફ જ લાગશે. એમ પણ કહેવામાં આવે છે કે મંદિરની અંદર કોઈને પણ સમુદ્રના મોજાંનો અવાજ નથી સંભળાતો અને સમુદ્ર મંદિરની પાસે જ છે. પરંતુ તમે જેવો જ મંદિરની બહાર પગ મુકશો, તો સમુદ્રના મોજાનો અવાજ સ્પષ્ટ સંભળાય છે.
જગન્નાથ મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે તેના શિખર પર સ્થિત ધ્વજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. સામાન્ય રીતે દિવસે પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે જમીનથી સમુદ્ર તરફ વહે છે, પરંતુ અહીં આ પ્રક્રિયા વિપરીત છે. આવું કેમ થાય છે, તેનું રહસ્ય હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
ક્યારેય ખૂટતો નથી પ્રસાદ
આ મંદિરમાં ભક્તો માટે પ્રસાદ રાંધવા સાત વાસણો એક બીજા પર રાખવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ટોચ પર રાખવામાં આવેલા વાસણનો પ્રસાદ સૌથી પહેલાં બની જાય છે. ત્યારપછી એક પછી એક નીચે રહેલા વાસણનો પ્રસાદ બને છે. એવું પણ કહેવાય છે કે અહીં દરરોજ તૈયાર કરવામાં આવતો પ્રસાદ ભક્તોમાં ક્યારેય ઓછો પડતો નથી. 10-20 હજાર લોકો આવે કે લાખો લોકો દરેકને પ્રસાદ મળે છે, પરંતુ મંદિરના દરવાજા બંધ થતાં જ પ્રસાદ પણ ખતમ થઈ જાય છે.
મંદિરના દ્વાર છે ખૂબ ખાસ
જણાવી દઈએ કે, મંદિરના ચાર દરવાજા હતા, પરંતુ કોરોના મહામારી દરમિયાન 2 દરવાજા બંધ કરી દેવાયા હતા. ચાર દરવાજા એટલે કે ચાર દિશાઓ. ચાર દરવાજામાં પૂર્વ દિશામાં સ્થિત દરવાજાનું નામ છે સિંહ દ્વાર, જેને મોક્ષ દ્વાર પણ કહેવા છે. પશ્ચિમમાં સ્થિત દરવાજા વ્યાઘ્ર દ્વાર એટલે કે બાધ ડવવારથી સાધુ સંતો પ્રવેશે છે. ત્યારબાદ છે ઉત્તર દિશામાં સ્થિત હસ્તી દ્વાર એટલે કે હાથી દ્વાર. તેમજ દક્ષિણ દિશામાં છે અશ્વ દ્વાર. જેમાં જીતની કામના કરવા માટે સૈનિકો પ્રવેશતા હતા.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)