fbpx
Monday, October 7, 2024

આ ઉપાયથી ગમે તેવી પથરી ભુક્કો થઈને બહાર નીકળી જશે, દુખાવો પણ ગાયબ થઈ જશે

પેટમાં પથરીનો દુખાવો ઉપડે એટલે ભલભલાને નાની યાદ આવી જાય છે. જ્યાં સુધી પથરી પેટમાં હોય ત્યાં સુધી માણસ જીવતે જીવ નરક જેવો અનુભવ કરે છે. પથરી થવાના અનેક કારણો છે. પથરી થવાના અનેક કારણો છે. કેટલાક લોકોને પથરીથી અસહ્ય પીડા થતી હોય છે. આવામાં કેટલાક એવા ઉપાય છે, જેને કારણે પથરી સરળતાથી નીકળી જાય છે. પથરી કાઢવાના આ દેશી ઉપયાગ છે. આ નુસ્ખા તમને પથરીની સમસ્યામાંથી મુક્તિ અપાવશે. આ એવા ઉપાય છે, જેનાથી પથરી ભાંગીને ભુક્કો થઈ જશે. 

પથરી દૂર કરવાના દેશી નુસ્ખા

  • ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સૂકો ખાર નાખીને આ ઉકાળો પીવો જોઈએ. એનાથી પથરી ભાંગીને ભૂકો થઇ જાય છે. 
  • મહેંદીના પાનને ઉકાળીને પીવાથી પથરી મટે છે
  • ગોખરુંનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પથરી ઓગળીને નીકળી જાય છે
  • ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જાય છે.
  • પથરીની તકલીફ હોય તેવી વ્યક્તિએ આ પ્રકારના પ્રવાહી લેવા જોઈએ નહીં. જેમ કે દ્રાક્ષનો રસ, એપલ જ્યુસ,  કડક ચા, ચોકલેટ, કોફી અથવા વધુ પડતાં ખાંડવાળા ઠંડા પીણા, દારૂ-બિયર વગેરે લેવાનું ટાળવું જોઈએ.
  • મુળાના પાનના રસમાં સૂકોખાર નાખીને મિશ્રણ રોજ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
  • પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

પથરીની સમસ્યા ખૂબ જ પીડાદાયક હોય છે. જ્યારે કિડનીમાં પથરી હોય અને અચાનક તેનો દુખાવો ઉપડે તો સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. પથરીનો દુખાવો સહન ન કરી શકાય તેવો હોય છે. જે લોકોને પથરી હોય તેમણે ખાવા પીવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત કોઈ એવી વસ્તુ ખવાઈ જાય તો તેના કારણે પણ પથરીનો દુખાવો વધી શકે છે.

કિડનીની પથરીથી લોકો ખૂબ જ પરેશાન છે. જો તમે કેટલીક વસ્તુઓનું સેવન કરો છો, જેનાથી તમારી પથરીનું કદ વધે છે, તો તમારે તેનાથી અંતર રાખવું જોઈએ. ફેમસ ડાયેટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે આવી સ્થિતિમાં તમારે વધુને વધુ પાણીનું સેવન કરવું જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

કિડની સ્ટોનની સમસ્યાના કિસ્સામાં, તમે સૅલ્મોન, ઇંડા જરદી અને ચીઝ જેવી ચરબીયુક્ત માછલીઓનું સેવન કરી શકો છો. વિટામિન ડીની વધુ માત્રા ધરાવતો ખોરાક પણ તમારા માટે ફાયદાકારક છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles