fbpx
Thursday, December 26, 2024

આ શરબત એસિડિટીમાં તરત જ રાહત આપશે, બે મિનિટમાં ઘરે તૈયાર થઈ જશે

ફુદીના અને ગોળથી બનેલું શરબત પાચનને સુધારી એસિડિટીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે પેટ સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. વરસાદમાં જઠરાગ્નિ ધીમી પડી જાય છે, જેનાથી પાચન પણ સ્લો થઈ જાય છે. થોડો ભારે ખોરાક એસિડિટીની સમસ્યા ઉભી કરી શકે છે.

જો તમે પણ એસિડિટીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તે ફુદીના અને ગોળથી બનેલું શરબત પીવાનું શરૂ કરી દો. તેનાથી આ પરેશાનીમાં રાહત મળી શકે છે. ફુદીના અને ગોળનું શરબત બનાવવું પણ સરળ છે. 

ફુદીનો અને ગોળનું શરબત બનાવવા માટે સામગ્રી

ગોળ- 1 ટેબલસ્પૂન
ફુદીનાના પાંદળા- 15થી 20
લીંબુ રસ- 1 ચમચી
આદુ- એક નાનો ટુકળો
સેંધા નમક- અડધી ચમચી
આઇસ ક્યુબ્સ- 8થી 10

ફુદીના અને ગોળનું શરબત બનાવવાની રીત

ફુદીના અને ગોળનું શરબત શરીર માટે ફાયદાકારક છે. તેને પીવાથી ઘણી સમસ્યામાં રાહત મળે છે. આ શરબત તૈયાર કરવું સરળ છે. ફુદીના-ગોળનું શરબત બનાવવા માટે સૌથી પહેલા ગોળ લો. ત્યારબાદ તેમાં ફુદીનાના પાંદળા નાખો. એક વાસણમાં 2 ગ્લાસ પાણી નાખો અને તેમાં મિક્સ કરો.

ત્યારબાદ મિક્સરમાં ફુદીનો, આદુના ટુકડા, લીંબુનો રસ અને ગોળવાળું પાણી નાખો. તમારા સ્વાદઅનુસાર મીઠું મિક્સ કરો. આ બધી વસ્તુ નાખ્યા બાદ તેને બ્લેન્ડ કરી લો.

ત્યારબાદ તેને એક વાસણમાં ગાળી લો. પછી તેમાં બરફના ટુકડા નાખો અને 5 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેને મિક્સ કરી તમે પી શકો છો. તેમાં ઉપરથી થોડું સેંધા નમક નાખો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles