fbpx
Friday, December 27, 2024

માર્સિલિયાની ભાજીનું સેવન કરવાથી પેશાબની સમસ્યા અને પથરીના દુખાવામાં મળશે રાહત!

ચોમાસાની સીઝનમાં વિવિધ પ્રકારના શાકભાજી મળે છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આજે અમે તમને એક એવા શાક વિશે જણાવીશું, જેને સંજીવની બૂટી કહેવામાં આવે તો ખોટું નહીં હોય. આ ભાજી એક ઉત્તમ ઔષધિનું પણ કામ કરે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સુનસુનિયા અથવા માર્સિલિયાની ભાજીની કે, જે પેશાબની સમસ્યા તથા પથરીના દર્દથી પીડાતા લોકો માટે વરદાનસમાન છે.

ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી આ ભાજી આયુર્વેદિક દૃષ્ટિએ પણ ઘણી ફાયદાકારક ઉપયોગો પણ છે. આ ભાજી આંખોનું તેજ વધારવઃ માટે ઉપયોગી છે. આ ઉપરાંત તે પેટના રોગો, ઈન્ફેક્શન, ઘા મટાડવા તથા પેશાબને લગતી બીમારીઓની સારવારમાં તેનો ઉપયોગ થાય છે.

માર્સિલિયા એક પ્રકારની ભાજી છે. સામાન્ય ભાષામાં તેને ચોપટિયા અથવા સુનસુનિયા તરીકે ઓળખવામાં આવે છે અને આયુર્વેદમાં તેને સ્વસ્તિક, સુનિષ્ણક અને શ્રીવારક તરીકે ઓળખવામાં આવે છે.

માર્સિલિયાની ભાજી ખૂબ જ ફાયદાકારક છે. જેનું આયુર્વેદમાં વર્ણન કરવામાં આવ્યું છે. ઘણા ગંભીર રોગોથી બચાવતી આ શરીરને ગરમી પણ આપે છે.

તેને ખાવાથી આંખોની રોશની વધે છે અને જો તેનો રસ પીસીને તેનો રસ આંખોમાં નાખવામાં આવે તો તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

જો આ ભાજીના પાવડરને છાશ સાથે પીવામાં આવે તો પેશાબની અસંયમની સમસ્યા દૂર થાય છે. આ એક એવો રોગ છે જેમાં પેશાબ ખૂબ જ પીડાદાયક રીતે અથવા અટકી-અટકીને થાય છે. તેના પાવડરનું સાકર સાથે સેવન કરવાથી પથરીની સમસ્યામાં‌ પણ રાહત મળે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles