કેટલાય કારણોસર ચેરી સ્વાસ્થ્ય લાભમાં હંમેશા ટોપ પર રહેવાનું ફળ છે. આ ફળ ખૂબ જ મુલાયમ અને નાના નાના હોય છે. પણ તેના ફાયદા અનમોલ છે. ચેરીમાં કેટલાય પ્રકારના વિટામિન, મિનિરલ્સ અને એન્ટીઓક્સિડેંટ્સ ભર્યા હોય છે, જેના કારણે તે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે.
સાથે જ તે કેટલીય ક્રોનિક બીમારીઓના જોખમને ઓછું કરે છે. ચેરીમાં એન્ટી ઈંફ્લામેટરી ગુણ પણ હોય છે, જેના કારણે તે શરીરમાં કોઈ પણ પ્રકારના સોજાનો ઘટાડી શકે છે. ગઠિયા અથવા દુખાવાથી સંબંધિત બીમારીમાં ચેરીના ઘણા ફાયદા થાય છે. ચેરીમાં મેલાટોનિન હોર્મોનને વધારવાની ક્ષમતા હોય છે, જેના કારણે ચેરી ખાવાથી રાતના સમયે આરામથી ઊંઘ આવે છે.
એક કપ ચેરીમાં 260 મિલીગ્રામ પોટેશિયમ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં ખૂબ જ ઓછું સોડિયમ હોય છે. તો વળી ખૂબ જ વધારે પ્લાંટ સ્ટેરોલ્સ હોય છે. આ ત્રણ વાત બ્લડ પ્રેશરને હંમેશા સંતુલિત રાખે છે. તેનાથી હાર્ટ ડિઝિઝની આશંકા ખૂબ જ ઓછી થઈ જાય છે. એટલું જ નહીં ચેરીનો જ્યૂસ બ્લડ શુગરને પણ ઘટાડે છે.
તાજા ચેરીમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ હોય છે. તો વળી તેના લાલ કલરમાં એંથોસાઈનિનું કારણ હોય છે, જેમાં હાઈ પોલિફેનોલ્સ એન્ટીઓક્સિડેંટ હોય છે. આ એવું એન્ટીઓક્સિડેંટ્સ છે, જે ફ્રી રેડિકલ્સને ખતમ કરે છે, જેના કારણે શરીરમાં કેન્સર, ડાયાબિટીઝ, હાર્ટ ડિઝિઝ જેવી બીમારીઓના જોખમને ઘટાડે છે.
ચેરીનું નિયમિત સેવન કરવાથી રાતના સમયે આરામથી ઊંઘ આવે છે. ચેરીમાં સેરોટોનિન વધારવાની ક્ષમતા હોય છે, જેના કારણે મેલાટોનિન હોર્મોન રિલીઝ થાય છે. મેલાટોનિન જ ઊંઘની સાઈકલને રેગ્યુલેટ કરે છે.
ચેરીનો જ્યૂસ પીવાથી મસલ્સમાં સોજા અને થાકમાંથી રાહત મળે છે. ચેરીમાં એન્ટીઈંફ્લામેટરી અને એન્ટીઓક્સિડેંટ્સ ગુણ હોય છે, જેના કારણે આ નોન સ્ટેરોયડ એન્ટી ઈંફ્લામેટરી દવાની માફક કામ કરે છે. આપ તેને એવી રીતે પણ સમજી શકો છો કે જ્યારે આપનું શરીરમાં વધારે થાક અથવા દુખાવો હોય તો આપ કોમ્બિફ્લામ અથવા આઈબ્યૂપ્રૂવેન દવા ખાવ છો, પણ જો આપ આ સ્થિતિમાં ચેરીનો જ્યૂસ પીશો તો આ પ્રકારની દવાની માફક કામ કરશે.
ચેરીમાં એન્ટી ઈંફ્લામેટરી ગુણ હોય છે. ચારમાંથી એક વ્યક્તિ ચેરીનો જ્યૂસ પીવાથી ગઠિયાનો દુખાવો ઓછા થઈ ગયો. ચેરીનો જ્યૂસ શરીરમાં યૂરિક એસિડને વધવા દેતું નથી, જેના કારણે સાંધાની વચ્ચે ક્રિસ્ટલ બનવાનું જોખમ ઓછું થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)