મનિયો : ‘મારી મમ્મીને જાહેર ખબરોને કારણે
ઘણો નકામો ખર્ચો થઇ જાય છે અને મારા પપ્પા સાથે
ઝઘડો પણ થાય છે.’
મોહન : ‘એમ !
પણ તારી મમ્મી એવી તે શેની જાહેરાત કરે છે ?’
મનિયો : ‘મારી મમ્મી તો કોઈ પ્રકારની જાહેરાત કરતી નથી,
પણ છાપામાં આવતી જુદી જુદી વસ્તુઓની અને
સાડીના સેલની જાહેરાત વાંચે છે.
પછી એ વસ્તુ લાવવાની જીદ કરે છે.
જેના કારણે મારા પપ્પાને નકામો ઘણો ખર્ચો થાય છે અને
પછી પપ્પા પાસે પૈસા ન હોય ત્યારે ઝઘડો થાય છે.
😅😝😂😜🤣🤪
એક દિવસ શિક્ષકે પૂછ્યું : ‘મનિયા ! બતાવ તો
મોટા યુદ્ધો ક્યાં થયા છે ? અને તેના વિશે તું શું શું જાણે છે ?’
મનિયાએ કહ્યું : ‘સાહેબ ! મોટા-મોટા યુદ્ધો મારા મમ્મી
અને પપ્પા વચ્ચે દરરોજ અમારા ઘરમાં જ થાય છે
અને હું એના વિશે ઘણું જાણું છું,
પરંતુ મારી મમ્મીએ ઘરની વાત બહાર ન કરવાની મને
ધમકી આપી છે.
જો હું તમને એ યુદ્ધો વિશે જણાવીશ તો મારી અને
મારી મમ્મી વચ્ચે વધુ એક ભયંકર યુદ્ધ ખેલાઈ જશે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)