જ્યોતિષીય ગણનાઓ અનુસાર જુલાઈ મહિનામાં બુધ-શુક્રની કર્ક અને સિંહ રાશિમાં યુતિથી બે વખત લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. આ શુભ યોગના નિર્માણથી કેટલાક જાતકોને વિશેષ લાભ મથવાનો છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તનની ઘટનાને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણીવાર એક રાશિમાં ગ્રહોના ગોચરથી ઘમા દુર્લભ સંયોગ અને રાજયોગનું નિર્માણ થાય છે. જેનાથી દરેક રાશિના જાતકો પર અસર થાય છે. જ્યોતિષીય ગણનાઓ અનુસાર જુલાઈ મહિનામાં બે વખત લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે. ગ્રહોના રાજકુમાર 29 જૂનથી કર્ક રાશિમાં બિરાજમાન છે અને 19 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. તો 7 જુલાઈએ ધનના દાતા શુક્રએ પણ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. જેનાથી કર્ક રાશિમાં બંને ગ્રહોની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. દૃક પંચાગ અનુસાર 19 જુલાઈએ બુધ ગ્રહ બીજીવાર રાશિ બદલશે અને સિંહ રાશિમાં ગોચર કરશે. પછી 31 જુલાઈએ શુક્ર ગ્રહ પણ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી જુલાઈ મહિનામાં પહેલા કર્ક અને પછી સિંહ રાશિમાં બુધ-શુક્રની યુતિથી બે વખત લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે. આ દુર્લભ સંયોગ કેટલાક જાતકો માટે લાભદાયક સાબિત થશે. આ જાતકોને ધનલાભ થશે. આવો જાણીએ લક્ષ્મી નારાયણ રાજયોગ કયાં જાતકો માટે શુભ રહેશે.
કર્ક
લક્ષ્મી નારાયણ યોગના નિર્માણથી કર્ક રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. ધનલાભનો પ્રબળ યોગ બનશે. આર્થિક મુશ્કેલીથી છુટકારો મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. જેની અસર તમારી લાઇફસ્ટાઇલ પર પણ પડશે. સુખ-સુવિધામાં વધારો થશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. પારિવારિક જીવન સુખયમ રહેશે. નવા કાર્યોની શરૂઆત માટે આ સમય શુભ રહેશે.
સિંહ
જુલાઈમાં બે વખત લક્ષ્મી નારાયણ યોગના નિર્માણથી સિંહ રાશિના જાતકોને ફાયદો થશે. વેપારમાં વિસ્તાર થશે. લાંબા સમયથી અટવાયેલા નાણા પરત મળશે. કોર્ટ-કચેરીના મામલામાંથી મુક્તિ મળશે. આધ્યામિત્મિક કાર્યોમાં રૂચિ વધશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. સમાજમાં તમારી પ્રશંસા થશે. ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. કાયદાકીય મામલામાં તમારો વિજય થશે. જીવનમાં ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ થશે.
વૃશ્ચિક
જુલાઈ મહિનામાં લક્ષ્મી નારાયણ યોગના શુભ પ્રભાવથી વૃશ્ચિક રાશિના જાતકોના દરેક સપના સાકાર થશે. આવકના નવા સ્ત્રોત બનશે. આર્થિક સમસ્યામાં રાહત મળશે. પ્રેમ-સંબંધમાં મધુરતા આવશે. અચાનક ધનલાભ થઈ શકે છે. વેપારમાં પણ આ દરમિયાન સારો લાભ થશે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ દરમિયાન તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યામાં આરામ મળી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)