મનિયો એના પપ્પા સાથે એક પાર્ટીમાં જમવા ગયો.
ત્યાં ગયા પછી તેણે કહ્યું : ‘પપ્પા !
પાર્ટીમાં લોકો મને ગીત ગાવાનું કહેશે અને
મારો અવાજ પણ સારો નથી,
તો હું શું કરીશ ?’
તરત જ એના પપ્પાએ કહ્યું : ‘કરવાનું શું હોય ?
તને ગીત ગાતા આવડે કે ના આવડે,
પણ તું તારે મોટા અવાજે રાગડા તાણવા માંડજે
એટલે એમણે કરેલી ખોટી માંગણીનું પરિણામ
બધા ભોગવી લેશે.’
😅😝😂😜🤣🤪
મસ્તીખોર મનિયાને તેના પપ્પાએ પૂછ્યું : ‘અલ્યા મનિયા !
તે આવતી કાલે પરીક્ષા છે તેની તૈયારી કરી લીધી ?’
તરત જ મનિયાએ કહ્યું : ‘હા પપ્પા !
પેન-પેન્સિલ વગેરે નવી લઇ આવ્યો,
બૂટ પોલીશ પણ કરાવી લીધા અને
હમણાં થોડીવાર પહેલા સાયકલ પણ સાફ કરી લીધી,
હવે ફક્ત મમ્મી પાસેથી વાપરવાના પૈસા લેવાના બાકી છે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)