આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકો ખાનપાનનું ધ્યાન રાખી શકતા નથી. જેથી કેટલાક લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા હૃદયરોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે.
આજના વ્યસ્ત જીવન અને વૈવિધ્યસભર ખાનપાનને કારણે હાઈ કોલેસ્ટ્રોલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તે નસોમાં જમા થઈને હૃદયરોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. કુદરતમાં એવી ઘણી વસ્તુઓ છે,જે તમારા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને તમારી નસો સાફ કરવામાં મદદ કરી શકે છે.
ઓટ્સ એ દ્રાવ્ય ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે ‘ખરાબ’ કોલેસ્ટ્રોલ (LDL) ને ઓછું કરવામાં અને ‘સારા’ કોલેસ્ટ્રોલ (HDL)ને વધારવામાં મદદ કરે છે.
બદામ, અખરોટ, પિસ્તા, ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ ઓમેગા -3 ફેટી એસિડ અને ફાઇબરથી સમૃદ્ધ છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
પાલક, મેથી, ધાણા અને કારેલા જેવા લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સફરજન, નારંગી, દ્રાક્ષ અને દાડમ જેવા અમુક ફળો પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
લસણમાં એલિસિન નામનું સંયોજન હોય છે. જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં અને લોહીને પાતળું કરવામાં મદદ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)