fbpx
Wednesday, January 15, 2025

અરે, કેમ ઝગડો છો? 😅😝😂😜🤣🤪

કાકાએ રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ઘરે જવા રીક્ષા કરી.
આગળ ડાબીબાજુ વળવાનું હતું
એટલે કાકાએ રીક્ષાવાળાને ખભે હાથ મુક્યો.
રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને રીક્ષા ફૂટપાથ પર ચડીને,
ખોખાં ગબડાવી, કચરાના ઢગલાં પર ચઢીને,
હવામાં ઉછળી સીધી થાંભલા સાથે ભટકાઈ!
પણ સારું થયું કે બંને જણાં બચી ગયા.
કપડાં ખંખેરતા રીક્ષાવાળાએ
કહ્યું : કાકા, કોઈ દિવસ આવું નહીં કરવાનું.
હું તો જબરજસ્ત ડરી ગયો!
કાકા બોલ્યા : પણ મેં તો ખાલી તારા ખભે હાથ જ મુક્યો હતો.
રીક્ષાવાળો : હા, પણ
આ પહેલાં હું મડદાં લઈ જતી વાન ચલાવવાનું કામ કરતો હતો ને!
😅😝😂😜🤣🤪

બસમાં બે શ્રીમતીઓ સીટ માટે
ઝગડી રહી હતી.
પહેલી બોલી : ચુડેલ, અહીં હું બેસીશ.
બીજી બોલી : ડાકણ, હું બેસીશ.
આ જોઈ કંડક્ટર બોલ્યો : અરે,
કેમ ઝગડો છો?
જે ઉંમરમાં મોટી હોય તે બેસી જાવ.
પછી બંને આખા રસ્તે ઊભી રહી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles