આયુર્વેદ ખૂબ જ અસરકારક અને શક્તિશાળી ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદમાં દરેક બીમારીનો ઈલાજ છે. ઇલાજ કરવા માટે આયુર્વેદમાં પ્રાકૃતિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં કેટલાક ખાસ પદાર્થોને અમૃત તુલ્ય કહેવામાં આવ્યા છે. આ વસ્તુઓ શરીરને અનેક ગણો ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીર શક્તિશાળી બને છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જે શરીર માટે અમૃત સમાન સાબિત થાય છે.
મધ અને ઘી
ભારતમાં પ્રાચીન કાળથી દેશી ઘી અને મધનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. આ બંને વસ્તુ શક્તિનો ભંડાર છે તે શરીરની નબળાઈ ઝડપથી દૂર કરે છે. ઘીમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે જે ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવે છે મધ ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે.
તુલસી અને ગીલોય
તુલસી અને ગીલોઈ ઈમ્યુનીટીને મજબૂત બનાવે છે. તે ફેંફસા માટે પણ ફાયદાકારક છે તેમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ગીલોઈ રક્તને પણ સાફ કરે છે અને સ્ટ્રેસ તેમજ એન્ઝાઈટી દૂર કરે છે.
આમળા અને જાંબુ
આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. તેનાથી સ્કીન અને વાળની ગુણવત્તા સુધરે છે. જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ સાબિત થાય છે તેનાથી હાર્ટનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.
અશ્વગંધા અને શિલાજીત
શિલાજીત અને અશ્વગંધા આયુર્વેદની સૌથી શક્તિશાળી જડીબુટ્ટી છે. તેનાથી સ્ટ્રેસ ઘટે છે અને સ્ટેમિના તેમજ તાકાત વધે છે. તેનાથી શરીરનો દુખાવો, રક્તની ઉણપ, થાક, નબળાઈ દૂર થાય છે અને શરીર શક્તિશાળી બને છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)