અમેરિકામાં પ્રેસીડન્ટ એક દિવસ પ્રાઈમરી સ્કુલમાં બાળકો સાથે
હળવામળવા અને વાર્તા કરવા ગયા.
ક્લાસમાં જઈને થોડી વાતો કર્યા પછી ઓબામાંએ પૂછ્યું,
‘કોઈને કંઈ પૂછવું છે?’
જ્હોન નામના એક છોકરાએ કહ્યું, ‘મને ત્રણ સવાલ પૂછવા છે.
(૧) અમેરિકાએ ઈરાક પર હુમલો શા માટે કર્યો?
(2) જે બેન્કોએ અબજો – કરોડો ડોલરના ગોટાળા કર્યા એને જ
અમેરીકન સરકાર મદદ કેમ કરે છે ?
(૩) અમેરિકા હંમેશા પાકિસ્તાન ની તરફેણ શા માટે કરે છે ?’
ઓબામાં જવાબ આપે તે પહેલા રિસેસનો ઘંટ વાગવા લાગ્યો.
છોકરાઓ બહાર જતા રહ્યા.
રીસેસ પછી બાળકો પાછા આવ્યા ત્યારે ઓબામાએ ફરી પૂછ્યું :
‘બોલો, કોઈને કંઈ પૂછવું છે ?’
પીટર નામના એક છોકરાએ હાથ ઉંચો કરીને કહ્યું,
‘મારે બે જ સવાલ પૂછવા છે.
(૧) રિસેસનો ઘંટ ૨૦ મિનીટ વહેલો કેમ પડી ગયો ? અને
(૨) જ્હોન ક્યાં છે ?’
😅😝😂😜🤣🤪
એક હાથી હતો.
એની સામે ૧૨ કેળા હતા. એ ૧૧ ખાઈ ગયો. પણ ૧૨મુ ના ખાધું. કેમ ?
કારણકે એક કેળું પ્લાસ્ટિક નું હતું ! હેહેહે… ચલ, બીજો એક…
આ વખતે ફરી હાથી હતો. ફરી ૧૨ કેળા હતા. હાથીએ બારેબાર કેળા ના ખાધા !
કેમ ? કારણ કે હાથી પ્લાસ્ટીકનો હતો ! હેહેહે… ચલ, હજી એક…
આ વખતે હાથી અસલી હતો. ૧૨ કેળા પણ અસલી હતા.
છતાં બારેબાર કેળા ના ખાધા ! કેમ ?
કારણ કે કેળા ટીવીમાં હતા ! હેહેહે… અરે, હજી એક…
આ વખતે હાથી અસલી, કેળા અસલી,
અને હાથી-કેળા બંને ટીવીમાં હતા ! છતાં ના ખાધા ! કેમ ?
કારણ કે હાથી અને કેળા અલગ અલગ ચેનલ પર હતા! હેહેહે…
અરે યાર હજી એક… ફરી એક વાર અસલી હાથી, અસલી કેળા,
હાથી અને કેળા બંને ટીવીની એક જ ચેનલમાં ! છતાં હાથીએ કેળા ના ખાધા !
કેમ ? કારણ કે હાથી ને ભૂખ નહોતી ! અરે, અરે, હજી એક…
આ વખતે હાથી, કેળા કશું ટીવીમાં નહોતું.
બધું સામે જ હતું છતાં હાથીએ ૬ કેળા ખાધા અને ૬ રહેવા દીધા ! કેમ ?
હાથીની મરજી યાર, એમાં હું શું કરું ?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)