fbpx
Wednesday, January 15, 2025

ઓફિસમાં બેસીને કામ કરી રહ્યા છો તો આ જીવનશૈલી અપનાવો, તમે ઘણી બીમારીઓથી બચી જશો

ઓફિસમાં 9-10 કલાક બેઠા-બેઠા કામ કરનારા લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આવા લોકોની શારીરિક પ્રવૃત્તિ ઘણી ઓછી થઈ ગઈ છે અને સતત બેસવાથી ઘણી સમસ્યાઓ પણ વધી રહી છે. હવે જો ડાયટ પર પણ ધ્યાન આપવામાં ન આવે તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેથી આ લોકોએ પોતાના ડાયટ અને લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે આવા જ લોકો માટે કેટલીક ટિપ્સ જણાવીશું.

મિલ સ્કિપ ન કરો

સૌથી અગત્યનું, તમારે દિવસના ત્રણ મહત્ત્વપૂર્ણ મિલને સ્કિપ ન કરવા જોઈએ. જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે. આખા દિવસમાં 1 બાઉલ સલાડ અને 1 બાઉલ ફળ ખાઓ. તમારે વધારે પડતું ઓઈલી ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.

પુષ્કળ પાણી પીવો

જે લોકો એસી ઓફિસમાં બેસીને કામ કરે છે તેઓ ઘણીવાર ઓછું પાણી પીવે છે. જો તમે બેઠા-બેઠા જ કામ કરો છો અને થોડીવાર માટે પણ બહાર નથી જતા, તો તમને તરસ ઓછી લાગે છે. તેથી પાણીનું સેવન ઓછું થાય છે. પરંતુ તમારે 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ. તમારી સીટ પાસે પાણીની બોટલ રાખો અને દર કલાકે પાણી પીતા રહો.

નાસ્તો

ઘણી વખત જ્યારે આપણને કામ કરતી વખતે કંઈક ખાવાનું મન થાય અથવા ભૂખ લાગે ત્યારે આપણે પેક્ડ ફૂડ ખાવાનું શરૂ કરીએ છીએ. આવી સ્થિતિમાં નમકીન બિસ્કિટ ખાવાને બદલે ફળો ખાવા જોઈએ. આનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગશે અને તે એક હેલ્ધી ઓપ્શન પણ છે.

હોલ ગ્રેનનો સમાવેશ કરો

તમારા ડાયટમાં હોલ ગ્રેનનો સમાવેશ કરવાની ખાતરી કરો. આ પેટ માટે ફાયદાકારક છે અને તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમારે તમારા ડાયટમાં કઠોળ અને અનાજનો સમાવેશ કરવો જ જોઈએ. આ તમને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી અટકાવે છે.

સ્ટ્રેચિંગ કરો

તમારે દર કલાકે તમારી સીટ પરથી ઉઠવું જોઈએ. ઓફિસ અથવા નજીકમાં એક રાઉન્ડ મારવો જોઈએ અને થોડું સ્ટ્રેચિંગ પણ કરવું જોઈએ, જેથી તમારું શરીર અકડાઈ ન જાય. જે લોકો કલાકો સુધી સ્ક્રીન પર કામ કરે છે તેઓએ દર 10 મિનિટે પોતાની આંખો બંધ કરવી જોઈએ. જેથી આંખો પર કોઈ સ્ટ્રેસ ન આવે.

એકસરસાઈઝ

બપોરના ભોજન પછી, 15-મિનિટ વોક કરો. તેનાથી ખોરાક પચવામાં સરળતા રહેશે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 દિવસ થોડી એકસરસાઈઝ કરો. જેમાં દોડવું, યોગ કરવા અથવા જીમમાં જવું શામેલ હોઈ શકે છે.

ધ્યાન કરો

તણાવથી બચવા માટે, તમારે દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ ધ્યાન કરવું જોઈએ. ધ્યાન તમને શાંત રહેવા અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ ધ્યાન માટે થોડો સમય કાઢો.

પોશ્ચરનું ધ્યાન રાખો

તમારી પીઠ સીધી રાખો. ખૂબ આગળ નમીને કામ ન કરો. દર કલાકે સ્ટ્રેચિંગ કરવાનું યાદ રાખો. તેનાથી કમર અને ખભાનો દુખાવો ઓછો થશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles