fbpx
Friday, September 20, 2024

વરસાદની ઋતુમાં આ ફળો ખાઓ, તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થશે

ગરમીથી રાહત આપવાની સાથે આ ઋતુ અનેક બીમારીઓ પણ લઈને આવે છે એટલે ચોમાસાની ઋતુમાં આપણા આહારનું ધ્યાન રાખવું એ આપણી મહત્વની જવાબદારી છે. કારણ કે આ ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. ચાલો જાણીએ ફળો જે તમારે ચોમાસામાં વધુ પ્રમાણમાં ખાવા જોઈએ.

ચોમાસાનું આહલાદક વાતાવરણ કોને ન ગમે? ગરમીથી રાહત આપવાની સાથે આ ઋતુ અનેક બીમારીઓ પણ લઈને આવે છે.

તેનાથી બચવા માટે તમારે આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજે અમે તમને એવા જ 5 ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન જ્યારે ચોમાસામાં કરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

વરસાદમાં પ્લમ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, વિટામિન કે, કોપર, ફાઈબર, પોટેશિયમ વગેરે હોય છે. તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં ચેપનું જોખમ પણ ઓછું થાય છે.

અત્યંત સ્વાદિષ્ટ લીચી આપણા સ્વાસ્થ્ય માટે પણ એક ઉત્તમ ફળ છે. આ ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે. સાથે જ લીચી ખાવાથી તમને શ્વાસની તકલીફ પણ ઓછી થાય છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.

ચોમાસામાં પેટ માટે રામબાણ તરીકે નાસપતીનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ 1 નાસપતી ખાઓ છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. ચોમાસા દરમિયાન, તમે તમારા સારા સ્વાસ્થ માટે પેટભરીને નાશપતીનો ખાઈ શકો છો.

ચોમાસામાં કે શ્રાવણ માસમાં આવતી જાંબુડા આપણા સ્વાસ્થ્ય માટે રામબાણ સાબિત થાય છે. જાંબુડા ડાયાબિટીસના દર્દીઓ માટે દવાની જેમ કામ કરે છે. તેની સાથે વિટામિન સી, ફાઈબર અને આયર્નથી ભરપૂર જાંબુડા આપણી રોગપ્રતિકારક શક્તિ માટે વરદાન છે.

આયર્ન અને વિટામિનથી ભરપૂર દાડમ તમારા શરીરમાં લોહી વધારવામાં ઘણી મદદ કરે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે, તો તમારે દરરોજ 1 દાડમનું સેવન કરવું જોઈએ. આ સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles