જો તમે હેલ્ધી ડાયેટ લો અને નિયમિત એક્સરસાઇઝ કરશો તો તે તમારી ઉંમર વધારવામાં મદદ કરે છે. આ સિવાય, અન્ય કેટલિક આદતો છે જે ઉંમર ઘટાડવાનું કામ કરે છે. જો તમે આજથી જ કેટલિક આદતો અપનાવી લેશો તો હેલ્ધી અને હેપ્પી લાઇફ લાંબી ઉંમર સુધી જીવી શકો છો.
ઘણા લોકો માને છે કે ઉંમર કેટલી હશે તે જેનેટિક બાબત છે. તમને જણાવીએ કે, જિન એક ઇન્મપોર્ટન્ટ રોલ નિભાવે છે પરંતુ તે તમારી લાઇફસ્ટાઇલ અને ખાનપાન પર પણ નિર્ભર કરે છે. જો તમે તમારા ડાયેટમાં કેલરી ઇનટેકને ઓછી કરી દેશો તો તે લાઇફ સ્પાનને વધારવાનું કામ કરે છે.
જો તમે તમારા ડાયેટમાં વધુમાં વધુ ડ્રાય નટ્સને સામેલ કરી લેશો જો તે પ્રીમેચ્યોર ડેથના રિસ્કને ઓછું કરવાનુ કામ કરે છે. તેમાં રહેલું પ્રોટીન, એન્ટીઓકિસ્ડેન્ટ, ફાયબર અને ઘણા ન્યુટ્રિએન્ટ્સ બીમારીઓને દૂર રાખવાનું કામ કરે છે.
તમારા ખાવાની સીધી અસર તમારી હેલ્થ પર પડે છે. જો તમે અનહેલ્ધી ફૂડ કે આલ્કોહોલના બદલે વધારે તાજા ફળ, શાકભાજી, નટ્સ અને આખા અનાજ ખાશો તો તમે કારણ વિના બીમારીઓની ઝપેટમાં નહીં આવો.
નિયમિત વ્યાયામ કરવો જરૂરી છે. રોજ ઓછામાં ઓછા 30 મિનિટ વ્યાયામ કરો. તે તમારું વજન કંટ્રોલ કરવામાં મદદ કરશે અને તમને એનર્જીથી ભરપૂર રાખશે. યોગ અને ધ્યાન પણ સારો વિકલ્પ હોઇ શકે છે.
પૂરતી ઉંઘ લો. ઉંઘની કમી તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેના માટે રોજ રાતે ઓછામાં ઓછા 7થી 8 કલાકની ઉંઘ જરૂર લો. તેનાથી તમારું શરીર અને મગજ રિકવર કરતું રહેશે અને બંને હેલ્ધી રહેશે.
તમારી મેન્ટલ હેલ્થ પર પણ ધ્યાન આપો. મેન્ટલ હેલ્થ માટે હસવું અને ખુશ રહેવું જરૂરી છે. સ્ટ્રેસ ઓછો કરવા માટે તે કામ કરો જેને તમે કરવાનું પસંદ કરો છો. તમારા મિત્રો અને પરિવારની સાથે સમય પસાર કરો.
હસવા અને ખુશ રહેવાની આદત પાડો. તે તમારા મૂડને સારો બનાવશે સાથે જ તમારા શરીરમાં ગુડ અને હેપ્પી હોર્મોન્સને વધારે છે. દરરોજ કંઇક એવું કરો જેનાથી તમને ખુશી મળશે. જો તમે આ આદતો અપનાવી લેશો તો હેલ્ધી રહેશો અને દરરોજ પોતાને યંગ અનુભવશો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)