fbpx
Thursday, September 19, 2024

વોક કરવાથી વધુ ફાયદો થાય કે રનિંગથી? જાણો શેનાથી ઝડપથી ઘટશે વજન

કોઇ તમને પૂછે શિયાળો સારો કે ઉનાળો અથવા તો બિલાડી ગમે કે કૂતરો. આ સવાલનો જવાબ આપવો સરળ છે. પરંતુ જો તમને કોઇ પૂછે કે વોકિંગ કરવાથી શરીરને વધુ ફાયદો થાય કે રનિંગ કરવાથી. આ સવાલનો જવાબ આપવો થોડો મુશ્કેલ થઇ જશે. તેમાં કોઇ શંકા નથી કે રનિંગ કરો કે વોકિંગ બંનેના ફાયદા છે. ખાસ કરીને આ બંને એક્સરસાઇઝ કાર્ડિયોવેસ્કુલર હેલ્થ માટે ખૂબ જ સારી છે. વોક કે રનિંગથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ કંટ્રોલમાં રહે છે. તેવામાં કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર લેવલ પણ ઓછું થાય છે. પાચન શક્તિ મજબૂત બને છે અને મસલ્સ ફંક્શન મેન્ટેન રહે છે. તેનાથી મેમરી પાવર અને વિચારવાની ક્ષમતા સુધરે છે તથા ભૂલવાની બીમારી ડિમેંશિયાનું જોખમ પણ ઓછું થાય છે. આ સિવાય વોક કે રનિંગ કરવાથી વ્યક્તિનું આયુષ્ય લાંબુ થઇ શકે છે. આ તમામ ફાયદાને જોતા સવાલ એ ઉઠે છે કે કઇ એક્સરસાઇઝથી વધુ ફાયદો થાય છે.

શું વોકિંગ કરવાથી બધા ફાયદા મળે?

વોક કરવાથી પણ તમે તમારા ટાર્ગેટને હાંસેલ કરી શકો છો પરંતુ તેમાં કેટલિક વાતો પર ધ્યાન આપવું પડશે. જો તમે વોક કરી રહ્યાં છો અને તેની તુલના રનિંગ સાથે કરવા માગો છો તો તમારે લાંબા સમય સુધી વોક કરવાની છે. તેના માટે ઓછામાં ઓછા અડધા કલાકથી 45 મિનિટ સુધી ઝડપથી વોક કરવાની છે. જો તમે રનિંગ સાથે તુલના કરો તો સમાન કેલરી બર્ન કરવા માટે તમારે રનિંગથી 30 ટકા વધારે વોક કરવી પડશે. ઉદાહરણ તરીકે ઝડપથી રનિંગની તુલના કરવા માટે તમારે ઝડપથી સાડા ત્રણ કિલોમીટર વોક કરવી પડશે. તમે જેટલી ઝડપથી વોક કરશો તે પ્રમાણે તમે રનિંગ સાથે મુકાબલો કરી શકશો. વોકિંગ એક્સરસાઇઝનું સૌથી સિંપલ રૂપ છે જેને કોઇપણ કરી શકે છે. કોઇપણ તેને પોતાના ડેઇલી રૂટિનમાં સામેલ કરી શકે છે. વોક કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તમે વધારે ખુશ રહો છો.

રનિંગના ફાયદા

રનિંગના ફાયદા ઘણા વધારે છે. જો તમારી પાસે સમય ઓછો છે તો તમારા માટે રનિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે. પરંતુ રનિંગ કરતાં પહેલા તમે સંપૂર્ણપણે સ્વસ્થ હોવા જરૂરી છે. તેવામાં અચાનકથી રનિંગ શરૂ કરવું પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો તમે હેલ્ધી છો અને રનિંગ કરવા માગો છો તો પહેલા વોકથી શરૂઆત કરો અને ધીમે-ધીમે 10-15 દિવસમાં સ્પીડ વધારો. જ્યારે સ્ટેમિના વધી જાય ત્યારે રનિંગ શરૂ કરો. નિશ્ચિત રૂપે રનિંગના ફાયદા વધુ છે. રનિંગ કરવાથી કેલરી વધારે બર્ન થાય છે. આ સાથે જ મહત્તમ ઓક્સિજન વપરાશ દર પણ વધી જાય છે. એટલે કે તમારા લંગ્સ એક્સિજનને વધુ ગ્રહણ કરવામાં સક્ષમ બને છે. ઓક્સિજનનો વપરાશ રનિંગનો સૌથી મોટો ફાયદો છો. રનિંગ કરવાથી તમારા હાડકા અને મસલ્સ મજબૂત થાય છે. તેનાથી બોન ડેંસિટી વધે છે.

રનિંગ અને વોકિંગમાં વધારે સારુ શું?

જેમ કે ઉપર જણાવ્યું છે કે, બંનેના પોતાના ફાયદા છે. જો તમારી ઉંમર 40 વર્ષથી ઓછી છે તો તમારા માટે રનિંગ કરવું નિશ્ચિત રૂપે સારું રહેશે. પરંતુ ઉંમર વધારે હોય તો વોકિંગ પણ ઓછી ફાયદાકારક નથી. જેટલીવાર તમે રનિંગ કરશો તે સમય દરમિયાન જેટલી કેલરી ખર્ચ થાય છે જો એટલી જ કેલરી બર્ન કરવી હોય તો તેના માટે તમારે વધારે સમય સુધી વોક કરવી પડશે.

તેવામાં જો તમે ખોટી રીતે રનિંગ કરશો તો તેનાથી હાડકામાં ઇંજરી થવાનું જોખમ પણ રહે છે. બીજી બાજુ જો વોક કરો છો અને તેમાં સ્પીડ નથી તો તેનાથી પણ ફાયદો નહીં થાય. જો કે યોગ્ય રીતે વોક અને રનિંગ કરવામાં આવે તો બંને ઓવરઓલ હેલ્થ માટે ફાયદાકારક છે. તેનાથી ઓસ્ટિયોપેનિયા અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઓછું થાય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles