આમળાના ઠળિયા ખાવાથી સ્કિન ચમકદાર બની રહે છે. આમળાના ઠળિયાને પાવડર બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ સિવાય પણ આમળાથી શરીરને અનેક ફાયદા થાય છે.
આંબળામાં વિટામિન બી2, વિટામિન બી 6, વિટામિન સી, ઓમેગા 3 ફેટી એસિડ, આયરન, કેલ્શિયમ, મેગનીઝ અને મેગ્નીશિયમ પ્રચૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે તેને અમૃત ફળ કહેવાય છે.
આંબળામાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. તેના કારણે તે પાચન તંત્રને મજબૂત કરે છે. એટલું જ નહીં આંબળા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. જેનાથી ત્વચામાં નિખાર આવે છે.
હાડકા અને આંખ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. આંબળામાં રહેલા આયરન મહિલાઓને લોહીની કમી દૂર કરે છે. આંબળામાં રહેલા વિટામિન સી પેઢાને મજબૂત કરે છે.
આંબળાનો મુરબ્બો બનાવીને, અથાણું બનાવીને, ચટણી બનાવીને અથવા તેને સુકવીને તેનો પાઉડર બનાવીને પણ સેવન કરી શકાય છે. આંબળાનો પાઉડર રોજ એક ચમચી સવારે હુંફાળા પાણી સાથે ખાવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત એકથી બે આંબળા કાચા પણ રોજ ખાઈ શકાય છે.
આમળાની જેમ જ તેના ઠળિયા પણ ઘણા લાભકારક છે. તેના ઠળિયામાં આયરન, પોટેશિયમ, પ્રોટીન, કેલ્શિયમ વગેરે પોષક તત્ત્વ હોય છે. આમળાના ઠળિયા અથવા બીજ ખાવાથી સ્કિન ચમકદાર બની રહે છે. જે લોકોને સ્કિન સંબંધિત સમસ્યાઓ જેવી કે ખરજવું, ધાધર હોય તો તેની આ સમસ્યા દૂર થઇ જાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)