પપૈયાને સૌથી ફાયદાકારક ફળ માનવામાં આવે છે કારણ કે તેના પાન પણ કમાલના લાભ આપે છે. પપૈયુ ખાવાથી પેટ સાફ થાય છે અને તેના પાનનો રસ કાઢીને પીવાથી ડેન્ગ્યુના દર્દીઓના પ્લેટલેટ્સ વધી શકે છે.
ઘણા એવા ફળ હોય છે જે આખું વર્ષ માર્કેટમાં મળે છે. આવું જ એક ફળ છે પપૈયું. જેનું સેવન દરેક સિઝનમાં લાભકારક માનવામાં આવે છે. પપૈયાને નેચરલ ક્લીંઝર માનવામાં આવે છે અને તેને ખાવાથી લોકોને પેટની સમસ્યાઓથી રાહત મળી શકે છે.
પાકેલું પપૈયુ ખાવું જેટલુ ફાયદાકારક છે, તેનાથી પણ વધુ લાભકારક કાચુ પપૈયુ છે. જો તમે કાચુ પપૈયુ ખાશો તો પણ સ્વાસ્થ્યને જબરદસ્ત લાભ મળી શકે છે. માત્ર તેનું ફળ જ નહી પરંતુ તેના પાન પણ વરસાદની સિઝનમાં ચમત્કારી માનવામાં આવે છે.
પપૈયાનું સેવન દરેક સિઝનમાં ફાયદાકારક માનવામાં આવે છે. આ સ્વાદિષ્ટ ફળ પેટને ક્લીન કરવામાં રામબાણ માનવામાં આવે છે. તેમાં ઘણા નેચરલ તત્ત્વ હોય છે, જે શરીરને હેલ્ધી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
પપૈયુ શરીરમાં જમા ફેટ ઓછું કરે છે અને લિવર ડિટોક્સ કરી શકે છે. કબજિયાતના દર્દીઓ માટે આ ફળ કોઇ દવા સમાન છે. કબજિયાતની સમસ્યાથી રાહત અપાવવામાં કાચુ અને પાકુ પપૈયુ લાભકારક સાબિત થઇ શકે છે. પપૈયુ ખાવાથી શરીરને ભરપૂર ફાયબર મળે છે.
પપૈયાનું સેવન કરવાથી કમળાના દર્દીઓને ખૂબ જ રાહત મળી શકે છે. પપૈયાના ઘણા એન્ઝાઇમ આપણા શરીરમાં પહોંચીને બિલીરુબિનને કંટ્રોલ કરે છે, જેનાથી કમળાથી છુટકારો મળી શકે છે. પપૈયુ ખાવાથી ડાઇજેશન સિસ્ટમ બૂસ્ટ થઇ શકે છે.
પપૈયુ ખૂબ જ પૌષ્ટિક હોય છે, પરંતુ કેટલાંક લોકોએ તેને ખાવાનું ટાળવું જોઇએ. ગર્ભવતી મહિલાઓએ પપૈયાનું સેવન ન કરવું જોઇએ. પ્રેગનેન્સીની શરૂઆતના ત્રણ મહિના સુધી પપૈયાથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળવુ જોઇએ. લૂઝ મોશન અને સીવિયર એસિડિટી થતી હોય તો પપૈયુ ખાવાનું ટાળો.
પપૈયાના પાન ડેન્ગ્યુના દર્દીઓ માટે લાભકારક હોઇ શકે છે. પપૈયાના પાનમાં એવા ઘણા ગુણ હોય છે જે શરીરમાં જઇને પ્લેટલેટ્સ વધારી શકે છે.
પપૈયાના પાનનો અર્ક કાઢીને સેવન કરવાથી વાયરલ ફીવરમાં પણ રાહત મળી શકે છે. જો કે, લોકોને પપૈયાના પાનનો અર્ક પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ. આ અર્ક તમામ લોકો માટે ફાયદાકારક નથી અને તેનાથી કેટલાક લોકોને નુકસાન થઇ શકે છે. તેવામાં પપૈયાના પાનનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઇએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)