શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનામાં શિવ ભક્તો શિવજીને રીજવવા માટે લાંબી લાઈન લગાવીને ઉભા હોય છે. આ મહિનામાં શિવ ભક્તો પોતાના આરાધ્ય દેવ શિવની વિધી પૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે. તમે જાણતા જ હશો કે આ મહિનામાં ભોળાનાથને જળાભિષેક કરી અને બીલીપત્રના પાન ચડાવવાની પરંપરા છે. આ દિશામાં અમે આજે તમને બીલીપત્ર સાથે જોડાયેલ કેટલાક નીયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
બીલીપત્રનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. બીલીપત્ર ભગવાન શિવને અતિ પ્રિય હોય છે. બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી ભગવાનની પ્રસન્ન થાય છે.
3 શીંગ વાળા બીલીપત્ર ત્રિનેધારી શિવનું પ્રતીક માનવામાં આવે છે. બીલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે. તેનાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે. 4 શીંગ સાથે બેલપાન એ ચાર વેદનું પ્રતીક છે. જે અર્પણ કરવાથી વ્યક્તિને જ્ઞાન અને શાણપણની પ્રાપ્તિ કરે છે. આ અર્પણ કરવાથી ભક્તને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે.
5 શીંગ વાળા બીલીપત્ર પંચ મહાભૂતનું પ્રતિક છે. આ પત્ર ચઢાવાથી તમામ પાપોનો નાથ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ બીલીપત્રને સર્વોત્તમ માનવામાં આવે છે. આ બીલીપત્ર ચડાવવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાની કથા પુરાણોમાં છે. પ્રથમ વખત બીલીપત્ર માતા પાર્વતીએ ભગવાન શિવને અર્પણ કર્યું હતું. દેવી પાર્વતીએ ભગવાન શિવને વરદાન તરીકે અર્પણ કર્યું હતું ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે.
બીલીપત્ર અર્પણ કરતા પહેલા તેને ચોખ્ખા પાણીમાં ધોવું જોઈએ. પૂજા દરમિયાન બીલીપત્ર સાથે પાણી, દૂધ, દહીં, મઘ અને ફૂલ પણ અર્પણ કરવામાં આવે છે. બીલીપત્ર અર્પણ કરતા સમયે “નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)