fbpx
Wednesday, January 8, 2025

વરસાદની ઋતુમાં ઉધરસ અને ખરાશની સમસ્યા હોય તો આ ઘરેલું ઉપાય અપનાવો

વરસાદ દરમિયાન હવામાન બદલાતા વધુ સમય લાગતો નથી અને તેના કારણે શરદી, ઉધરસ, દુખાવા વગેરે જેવી સમસ્યાઓ ખૂબ જ પરેશાની કરે છે. તેનાથી રાહત મેળવવા માટે દાદીમા દ્વારા આપવામાં આવેલ ઘરેલું ઉપચાર ખૂબ જ ઉપયોગી છે.

ઉનાળા પછી વરસાદ સિઝન શરુ થઈ ગઈ છે, ચોમાસા દરમિયાન હવામાનમાં વારંવાર ફેરફાર થાય છે અને તેના કારણે વાયરલ ફ્લૂના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થાય છે.

બાળક હોય કે પુખ્ત, વરસાદની ઋતુમાં શરદી, ખાંસી, ગળામાં ખરાશ જેવી સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આ નાની-નાની સમસ્યાઓના કિસ્સામાં, વારંવાર દવાઓ લેવી શક્ય નથી, ત્યારે દવાઓનું વધુ પડતું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકાર સાબિત થઈ શકે છે. ત્યારે તમને પણ આ સિઝન દરમિયાન ઉધરસ અને ગળામાં ખરાસની પ્રોબલમ રહે છે તો ફોલો કરો આ ઘરગથ્થુ ઉપચાર.

વાયરલ ઇન્ફેક્શન, શરદી, ફ્લૂ વગેરે જેવી સમસ્યાઓમાં ઉધરસ થાય છે. આ સિવાય ખાંસી એ અસ્થમા, ટ્યુબરક્યુલોસિસ અને ફેફસાના કેન્સર જેવા રોગોનું પણ લક્ષણ છે. ધૂમ્રપાનને કારણે કફની સમસ્યા પણ થાય છે. ત્યારે જો તમે પણ ખાંસી ખાંસીને થાકી ગયા છો તો ફોલો કરો આ હોમ રેમેડી

આ વસ્તુઓનો ઉકાળો બનાવો : જો તમને વરસાદની ઋતુમાં શરદી, ઉધરસ અને હળવો તાવ જેવા લક્ષણોનો અનુભવ થતો હોય તો લવિંગ, આદુ અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. તેમાં થોડું મીઠું પણ નાખવું જોઈએ. તેનાથી શરદીથી તો રાહત મળશે જ, પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

હળદર કફમાં રાહત આપે : શરદી બે-ત્રણ દિવસમાં મટી જાય છે, પરંતુ જો ઉધરસ શરૂ થાય છે તો તે તમને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી પરેશાન કરી શકે છે. તેનાથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે શેકેલી હળદરનું સેવન કરવાથી ફાયદો થાય છે.

આદુનો રસ : આદુ એ ઉધરસ માટે સૌથી લોકપ્રિય ઘરેલું અને કુદરતી ઉપચાર પણ છે. ઉધરસમાં રાહત મેળવવા માટે આદુને કાપીને પીસી લો. આ આદુની પેસ્ટને એક કપ પાણીમાં ઉકાળો. આ મિશ્રણને દિવસમાં ત્રણથી ચાર વાર પીવાથી ઉધરસમાં રાહત મળશે. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુના રસના થોડા ટીપા પણ ઉમેરી શકો છો.

મધ સાથે ગરમ દૂધ : જો તમે ઉધરસથી પરેશાન છો અને છાતીમાં દુખાવો પણ થતો હોય તો મધ સાથે ગરમ દૂધનું સેવન કરો. આ ઉપાય ખાસ કરીને શુષ્ક ઉધરસથી રાહત મેળવવા માટે સારો ઉપાય છે. જો તમે ઉધરસથી રાહત મેળવવા માટે સૂતા પહેલા આ ઉપાયનો ઉપયોગ કરો છો, તો તમને ખૂબ જ જલ્દી રાહત મળશે.

લવિંગ : જો તમને વધુ પડતી ખાંસી આવતી હોય અથવા ગળામાં દુખાવો થતો હોય તો તમારે લવિંગને તમારા દાંત નીચે દબાવો અને તેનો રસ ગળામાં ઉતારો આ સિવાય ગરમ પાણીમાં લવિંગનું તેલ નાખીને સ્ટીમ લેવાથી ફાયદો થાય છે. જો તમને ખાંસી આવે છે, તો 6-7 લવિંગ લો, તેના ફૂલોને કાળજીપૂર્વક કાઢી લો અને આ ફૂલોને ખૂબ જ ધીમી આંચ પર તવા પર મૂકો અને તેને તળી લો. સૂતા પહેલા તેનું સેવન કરવાથી બે થી ત્રણ દિવસમાં ઘણો ફાયદો થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles