fbpx
Thursday, January 9, 2025

એસિડિટી અને પેટની બળતરાથી છુટકારો મેળવવા માટે આ હેલ્ધી જ્યુસ અજમાવો

વધુ પડતા તેલ-મસાલાવાળા ખોરાક ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. આ પ્રકારના ખોરાકની સીધી અસર આપણાં પાચન તંત્ર ઉપર થાય છે. તેના કારણે એસિડિટી, ફૂડ એલર્જી, ફૂડ પોઇઝનિંગ, ડાયરિયા અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. જોકે, પેટમાં બળતરાના અનેક કારણો હોય શકે છે. પેટમાં થતી બળતરામાં કેટલાક હેલ્ધી ડ્રિંક કારગર સાબિત થાય છે. આજે આવા જ કેટલાક ડ્રિંક વિશે જાણીએ જેનાથી પેટની બળતરા શાંત થઈ શકે છે.

વરિયાળીનું જ્યૂસ

નિયમિતપણે વરિયાળી ખાવાથી પેટ અને કબજિયાતની ફરિયાદ દૂર કરી શકાય છે. તેના માટે વરિયાળીને શાકરની સાથે વાટીને ચૂરણ બનાવી લો અને આશરે 5 ગ્રામ ચૂરણ સૂતી વખતે નવશેકા પાણીની સાથે લો. તેનાથી ગેસ, કબજિયાત અને પેટમાં બળતરાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો.

ગાજરનું જ્યૂસ

ગાજરનું જ્યૂસ માત્ર શરીર માટે જ ફાયદાકારક નથી પરંતુ તેને પીવાથી પેટમાં થતી બળતરા પણ ઓછી થાય છે. તેના માટે ગાજર અને ફુદીનાને મિક્સ કરીને તેનો રસ પીવાથી આરામ મળશે.

બીટનું જ્યૂસ

બીટના જ્યૂસમાં રહેલા એન્ટિ-ઓક્સીડેન્ટ્સ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી પેટમાં થતી બળતરામાં આરામ મળે છે.

પાલકનું જ્યૂસ

આ જ્યૂસમાં પોષક તત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. પેટને ઠંડક પહોંચાડવા માટે પાલક, સેલેરી અને ફુદીનાના પાનને મિક્સ કરીને જ્યૂસ બનાવો અને દિવસમાં 2 વખત તેનું સેવન કરો. પેટમાં થતી બળતરામાં આરામ મળશે.

ફુદીનાનું જ્યૂસ

ફુદીનામાં મેન્થોલ હોય છે જે શરીરને ઠંડક આપે છે. ફુદીનાનો જ્યૂસ પેટમાં થતી બળતરાને શાંત કરવા માટે ફાયદાકારક હોય છે. તેને બનાવવા માટે ફુદીનાને વાટીને તેનો રસ કાઢી લો. પછી તેમાં મધ તથા લીંબુ મિક્સ કરીને પીવો. તેનાથી પેટની બળતરા અને ઉબકા આવવાની સમસ્યામાં આરામ મળશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles