જુલાઈના છેલ્લા દિવસે ધનના કારક શુક્ર રાશિ પરિવર્તન કરવાના છે. 31 જુલાઈએ શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિના સૂર્ય સ્વામી છે. શુક્રના સિંહ રાશિમાં ગોચર કરવાથી લક્ષ્મી નારાયણ રાજયોગનો અદ્ભિુત સંયોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે કામિકા એકાદશી પણ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવ્યું છે. શુક્ર 31 જુલાઈએ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. આ રાશિના જાતકોની આર્થિક પ્રગતિ સાથે કરિયરમાં સફળતા મળશે. જાણો આ રાશિઓ વિશે…
સિંહ રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ પહેલાથી બિરાજમાન છે. સિંહ રાશિમાં શુક્ર ગોચર કરશે. શુક્ર તથા બુધના એક રાશિમાં હોવાથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગના પ્રભાવથી વ્યક્તિ ધન-સંપત્તિ અને ખ્યાતી પ્રાપ્ત કરે છે.
મેષ
મેષ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખુબ લાભકારી રહેવાનો છે. તમારૂ બેન્ક બેલેન્સ વધશે અને તમે બચત કરવામાં સફળ થશો. નોકરીમાં તમે સારૂ પ્રદર્શન કરશો. વેપારીઓને આ સમયમાં નફો થશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.
કર્ક
લક્ષ્મી નારાયણ યોગ કર્ક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લઈ આવશે. આ સમયમાં તમને કાર્યોમાં સફળતા મળશે. તમે તમારા લક્ષ્યો પૂચા કરશો. આ સમયમાં આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરી, સંતાન તથા વેપારમાં બધુ સારૂ થશે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ શુભ રહેશે. સિંહ રાશિમાં આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શુક્ર ગોચરના પ્રભાવથી તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. વડીલોના આશીર્વાદ મળશે. ભાગ્યને કારણે કેટલાક કામમાં સફળતા મળશે.
તુલા
તુલા રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે. આ સમયમાં તમને નોકરી સંબંધિત સારા પ્રસ્તાવો પ્રાપ્ત થશે. કરિયરમાં તમે નવી સિદ્ધિઓ હાસિલ કરશો. શુક્ર ગોચરના આ સમયમાં તમને શુભ સમાચાર મળશે.
ધન
ધન રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ અત્યંત લાભકારી રહેશે. આ યોગ તમને નોકરીમાં સકારાત્મક ફેરફાર અપાવી શકે છે. જેનો અર્થ છે કે તમને નવી નોકરી મળી શકે છે. રોકાણ માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. કાર્યોમાં સફળતા મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)