fbpx
Friday, January 10, 2025

સવારે ખાલી પેટ આ પૌષ્ટિક બીજ ખાવાનું શરૂ કરો, ઘણી સમસ્યાઓથી મળશે રાહત, જાણો ફાયદા

આજકાલ આપણે બધા તંદુરસ્ત રહેવા બધા જ પ્રકારના ઉપાયો કરીએ છીએ. જીમ કરીએ છીએ, યોગ કરતા હોઈએ છીએ પણ ખોરાકમાં ધ્યાન નથી આપતા. તંદુરસ્ત રહેવા માટે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. પૌષ્ટિક આહારમાં અનાજ, ફળ, શાકભાજી, કઠોળ અને ડેરી પ્રોડક્ટ્સ હોય છે, પણ તમને નહીં ખબર હોય કે કેટલાક બીજનો પણ પૌષ્ટિક આહારમાં સમાવેશ થાય છે. અલગ-અલગ ઘણા પ્રકારના બીજ હોય છે, જેમાંથી કોળાંના બીજ શરીરને ઘણા રોગોથી બચવામાં મદદ કરે છે.

કોળાં અને ગાર્ડ સ્ક્વેશનની પ્રજાતિઓમાંથી મળતા બીજ ખોરાકમાં લેવા યોગ્ય હોય છે. આ બીજને તમે શેકીને અથવા મીઠું નાખીને નાસ્તામાં ખાઈ શકો છે. તેવા બીજમાં પોષક તત્વો ફાઈબર, વિટામિન, પ્રોટીન અને ફૉસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આર્યન, કેલ્શિયમ, કોપર જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે. તો ચાલો બીજ ખાવાથી થતાં ફાયદા વિશે માહિતી મેળવીએ..

કોળાંનાં બીજથી થતાં ફાયદા

કોળાંના બીજાનો વર્ષોથી બીમારીઓને દૂર ઉપયોગ થતો આવ્યો છે. આ બીજ પેશાબની નળીની સમસ્યા, મૂત્રાશયમાં ચેપ, હાઇ બ્લડ પ્રેશર, હાઇ બ્લડ સુગર, પથરી અને કરમિયા જેવી અનેક બીમારીથી બચવામાં મદદ કરે છે.

કોળાંના બીજમાં એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરના કોષોને બીમારીથી થતા નુકસાનથી બચાવે છે. કોળાંનાં બીજ શરીરની બળતરા મટાડવા પણ ઉપયોગી છે. એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે એન્ટિ-ઇન્ફ્લેમેટરી ફૂડ્સ ક્રોનિક ડિસીઝ જેવી કે ટાઈપ 2 ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ જેવી ગંભીર બીમારીથી બચવામાં અસરકારક સાબિત થાય છે.

કોળાના બીજમાં મેગ્નેશિયમ ઊંચી માત્રામાં હોવાથી હાઈ બ્લડ પ્રેશરને નૉર્મલ બનાવે છે. તમે જ્યારે મેગ્નેશિયમથી ભરપૂર આહાર લો છો ત્યારે સ્ટ્રોક અને હાર્ટ ડીસીઝ થવાની સંભાવના ઘટી જાય છે. બીજમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ શરીરમાં નાઇટ્રસ ઑક્સાઇડના સ્તરને વધારી રક્તવાહિનીને સ્મૂથ, ફ્લેક્સિબલ અને હેલ્થી રાખે છે. જેથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને હાર્ટ ડીસીઝના જોખમને ઘટાડે છે.

રાત્રે ઊંઘ નથી આવતી, તો કોળાંના બીજને વાટીને સ્મૂધી કે અન્ય કોઈ રીતે લેવાથી રાત્રે ઊંઘ સારી આવે છે. આમ તો, કોળાંના બીજ એમીનો એસિડ ટ્રિપ્ટોફનનો સ્ત્રોત હોવાથી સારી ઊંઘનું કારણ બને છે. બીજમાં રહેલ ઝીંક, કોપર અને સેલેનિયમ ઊંઘને લંબાવાની સાથે સારી ઉંઘ પણ મળે છે.

અત્યારના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓને અપચાની સમસ્યા હોય છે. જે કોળાંના બીજ ખાવાથી દૂર થાય છે કરણ કે બીજમાં રહેલ ફાઇબર પાચન તંત્રને જાળવી રાખે છે. પેટ સાફ રાખે છે જેથી કબજિયાત થવાની સંભાવના ઘટે છે. આ બીજને સવારમાં ખાલી પેટે લેવાથી અપચ અને ગેસ મટે છે. કોળાંના બીજથી પાચનશક્તિ મજબૂત બને, ડાયાબિટીઝ કંટ્રોલમાં રહે અને આર્યન વધારે હોવાથી હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટતું નથી, જેથી એનીમિયાથી બચી શકાય છે.’

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles