fbpx
Wednesday, November 27, 2024

ઘરમાં રાખેલી આ વસ્તુઓ જગાડે છે સૂતેલું ભાગ્ય, ગરીબ પણ બને છે રાતોરાત ધનવાન

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે દિવસ રાત પ્રગતિ કરે. તેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર હોય, નોકરીમાં તેને ગ્રોથ અને પ્રમોશન મળતા રહે, વેપાર દિવસેને દિવસે વધે… આવી ઈચ્છા દરેક વ્યક્તિના મનમાં હોય છે પરંતુ ઘણી વખત અથાગ મહેનત કરવા છતાં પણ સફળતા હાથમાં આવતી નથી. મહેનત કર્યા પછી ધન તો મળે છે પરંતુ તે અણધાર્યા ખર્ચમાં પૂરું થઈ જાય છે. ક્યારેક તો એવા ખર્ચા આવી જાય કે બચત પણ ઝીરો થઈ જાય. સારો ચાલતો બિઝનેસ પણ ડૂબવા લાગે. આવું થતું હોય તો વ્યક્તિ જ્યોતિષશાસ્ત્રની મદદ લઈ શકે છે. 

જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો જણાવ્યા છે જેને અજમાવીને તમે સફળતા અને પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપાયોને જ્યોતિષશાસ્ત્રમાં કારગર માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવી શુભ ગણાય છે. આ વસ્તુઓ સૂતું ભાગ્ય જગાડે છે. ઘરમાં રાખેલી આ વસ્તુ ધનકુબેર અને માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે કારણ કે આ વસ્તુઓ તેમની પ્રિય છે. 

શ્રી યંત્ર 

શ્રી યંત્ર ઘરમાં રાખવું શુભ છે. નિયમિત તેની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં તેમનો સ્થાયી નિવાસ થાય છે. ઘરની ઉત્તર દિશામાં શ્રી યંત્ર રાખવાથી ઘરમાં બરકત આવે છે. 

ચાંદીનો હાથી 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચાંદીનો હાથી રાખવો પણ શુભ ગણાય છે. ચાંદીનો હાથી વ્યક્તિના જીવનમાં ગુડ લક લાવે છે તેનાથી ભાગ્ય ચમકી જાય છે. ચાંદીના હાથીને ડ્રોઈંગ રૂમમાં રાખવો જોઈએ. 

કામધેનુ ગાય 

કામધેનુ ગાય સૌભાગ્યનું પ્રતીક છે. તેને ઘરમાં રાખવાથી દેવી-દેવતાનો વાસ પણ ઘરમાં થાય છે. તેનાથી ઘરમાં ધનનું આગમન વધે છે. કામધેનુ ગાયને તિજોરી પાસે રાખવી શુભ ગણાય છે. 

ઘોડાની નાળ 

ઘોડાની નાળ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. જો અચાનક તમને ક્યાંથી ઘોડાની નાળ જ મળી જાય તો સમજી લેજો તમારું નસીબ ખુલવાનું છે. ઘરમાં ઘોડાની નાળ રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને વ્યક્તિ અમીર બને છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles