fbpx
Monday, January 13, 2025

શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, આ રાશિના જાતકોને બનાવશે માલામાલ !

4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે. હાલ શનિ વક્રી ચાલ ચલી રહ્યા છે ત્યારે તેમની સકારાત્મક અસર કોના પર પડશે તે ખાસ જાણો.

વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે. હાલ શનિ વક્રી ચાલ ચલી રહ્યા છે ત્યારે તેમની સકારાત્મક અસર કોના પર પડશે તે ખાસ જાણો.

વૃષભ 

વૃષભ રાશિવાળા માટે વક્રી શનિ હરિયાળી અમાવસ્યા બાદ ખુબ શુભ સાબિત થશે. કામ ધંધા પ્રત્યે તમારું ફોકસ વધશે. ધન ભેગુ કરવાના તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસ અને પ્રોજેક્ટ વર્કમાં લાગશે. ટીચરની પૂરેપૂરી મદદ મળશે. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ છે. જે આવક વધારનારું સાબિત થશે.

કર્ક 

તમારા પર શનિદેવની કૃપા રહેશે. વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ વર્કથી સારો એવો ફાયદો થશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત  થવાથી મન પ્રસન્ન રહશે. નોકરીયાતોની આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે. લગ્નજીવનમાં લાઈફ  પાર્ટનર સાથે સંબંધ સુધરશે.

તુલા 

તમારા માટે વક્રી શનિદેવ વિશેષ લાભકારી રહેશે. તમારા કારોબારનો વિસ્તાર થશે. ભાગીદારીના ધંધામાં પાર્ટનરનો સહયોગ મળશે. આવકમાં ઉલ્લેખનીય વધારો થવાની શક્યતા છે. તમે તમારું પોતાનું કામ શરૂ કરી શકો છો. મોટા ભાઈઓનો સાથ મળશે. નવું વાહન  ખરીદી શકો છો કે જમીન ખરીદવા અંગે વિચારી શકો છો.

ધનુ 

હરિયાળી અમાવસ્યા બાદ ધનુ રાશિના જાતકો માટે શનિદેવ લાભકારી સાબિત થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરીયાત જાતકોને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. અધિકારીઓનો સહયોગ મળશે. આવક વધવાથી લાઈફસ્ટાઈલમાં ફેરફાર થશે. લગ્નજીવન સુધરશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ 

કુંભ રાશિ એ શનિની સ્વરાશિ છે. આ રાશિના નોકરીયાતોને સહકર્મીઓનો સાથ મળશે. નવી જવાબદારી મળી શકે છે. સીનિયર્સનો સાથ મળશે. આવકમાં વધારો થવાના પ્રબળ ચાન્સ છે. જીવનમાં સકારાત્મકતા રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. મન પ્રસન્ન રહેશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles