fbpx
Monday, January 13, 2025

આજે ગુરુવારે કરો આ સરળ ઉપાય, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

હિન્દુ ધર્મમાં ગુરૂવારના દિવસને ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ગુરુવારે જગતના પાલનહારની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદથી ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્ય ભરપૂર રહે છે. તેવામાં ગુરૂવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને તમે શ્રીહરીને પ્રસન્ન કરી શકો છો. 

ગુરુવારના ઉપાય

ગુરૂવારના દિવસે કેળાના ઝાડને પાણી અર્પણ કરીને ઘીનો દીવો કરવો જોઈએ. 

ગુરૂવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે તેથી આ દિવસે કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ગુરૂવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં હળદર ઉમેરીને તેનાથી સ્નાન કરવું જોઈએ. 

ગુરૂવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરી અને ઘીનો દીવો પ્રચલિત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. 

ગુરુવારે પીળા રંગના વસ્ત્ર પહેરવા જોઇએ અને સાથે જ પીળા રંગની વસ્તુ નો દાન કરવું જોઈએ. તેનાથી સફળતા પ્રાપ્ત થાય છે અને ભાગ્યનો સાથ મળે છે. 

ગુરૂવારના દિવસે કોઈપણ વ્યક્તિને ઉધાર આપવાથી બચવું જોઈએ આ દિવસે ઉધાર લેવાનું પણ ટાળવું જોઈએ આમ કરવાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.

ગુરૂવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરવું જોઈએ આમ કરવાથી કાર્યોમાં આવતી બાધા દૂર થાય છે અને સફળતા મળે છે. 

ગુરૂવારના દિવસે કેળાના ઝાડના મૂળમાંથી એક ટુકડો લઈ પીળા કપડામાં બાંધી અને ગળામાં ધારણ કરવો જોઈએ આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને ભાગ્યનો સાથ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles