fbpx
Friday, October 18, 2024

ચોમાસાની સિઝનમાં જોવા મળતા કંટોલા છે પોષક તત્વોથી ભરપૂર, જે ખાવાથી થાય છે શરીરને ઘણા ફાયદાઓ

જો સ્વસ્થ રહેવું હોય તો આહારમાં મોસમી શાકભાજીનો સમાવેશ કરવો જરૂરી છે. ચોમાસામાં શાકભાજીની લારીઓમાં નાના કાંટાવાળા લીલા શાકભાજી જોવા મળે છે. જેને કંટોલા કહેવામાં આવે છે. પરવલ જેવો સ્વાદ ધરાવતા આ શાકને કંકોડા પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે એક જંગલી શાકભાજી છે અને સામાન્ય રીતે જંગલ વિસ્તારોમાં જ ઉગે છે. પરંતુ આ શાકને ઔષધ ગણવામાં આવે છે. જે ખાવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે.

કંટોલા માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારા છે. માથાનો દુખાવો, કાનનો દુખાવો, ઉધરસ, પેટ સંબંધિત રોગો, પાઈલ્સ, ખંજવાળ વગેરે જેવા સામાન્ય રોગોની સારવારમાં તે ફાયદાકારક છે. વાળ ખરતા ઘટાડવા ઉપરાંત તે વાળને મજબૂત બનાવે છે.

વરસાદમાં ખાવા કેમ ફાયદાકારક?

વરસાદની ઋતુમાં એલર્જી ખૂબ જ ઝડપથી થવા લાગે છે. કંટોલા કુદરતી એન્ટિ એલર્જન તરીકે કામ કરે છે. અને તેના પીડાનાશક ગુણધર્મોને લીધે તે મોસમી ઉધરસ અને અન્ય પ્રકારની એલર્જીમાં રાહત આપે છે.

વજન ઘટાડવા માટે ફાયદાકારક

વજન ઘટાડવા માટે કંટોલાનું શાક ખાવું જોઈએ. કંટોલામાં કેલરી કરતાં વધુ પાણી હોય છે. જેના કારણે તેનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન

જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે કંટોલા અવશ્ય ખાવા જોઈએ. વાસ્તવમાં જે વસ્તુઓમાં પાણીની સાથે ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કંટોલામાં છોડના ઇન્સ્યુલિનની સારી માત્રા હોય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ આ શાક અવશ્ય ખાવું જોઈએ.

પાચનક્રિયામાં મદદરૂપ

કંટોલા કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરીને પાચનમાં સુધારો કરે છે. ચોમાસાની સિઝનમાં ઉપલબ્ધ કાંટાવાળા લીલા શાકભાજી કંટોલાને ચોક્કસપણે ખરીદીને ખાવા જોઈએ. કંટોલાને આહારમાં લેવાથી તેમાં રહેલ જરૂરી પોષક તત્વો પ્રદાન કરશે તેમજ લાંબા સમયથી સંગ્રહિત શાકભાજી ખાવાથી થતા નુકસાનને અટકાવશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles