fbpx
Wednesday, November 27, 2024

ગુરુ નક્ષત્ર ગોચર આ રાશિના જાતકોના તમામ કાર્યો કરશે સફળ, ધન પ્રાપ્તિનો પણ યોગ

જે રીતે ગ્રહનું રાશિ પરિવર્તન મહત્વનું હોય છે તે રીતે ગ્રહ જ્યારે નક્ષત્ર બદલે છે તો તેનો પ્રભાવ પણ 12 રાશિ પર પડે છે. આ ક્રમમાં આગામી 20 ઓગસ્ટે સાંજે દેવગુરુ ગૃહસ્પતિ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. 27 નક્ષત્રોમાં મૃગશિરા નક્ષત્ર મહત્વનું નક્ષત્ર છે. મૃગશીરાનો અર્થ થાય છે હરણનું માથું. આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય છે તેઓ ચંચળ વૃત્તિના હોય છે તેઓ ભૌતિક સુખ પાછળ ભાગતા હોય છે. હવે આ નક્ષત્રમાં દેવગુરુ ગૃહસ્પતિ પ્રવેશ કરશે. જેનો પ્રભાવ આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. 

મેષ 

મૃગશીરા નક્ષત્રમાં ગુરુના પ્રવેશથી મેષ રાશિના લોકોને ફાયદો થશે. આ રાશિના લોકોના કામ સફળ થશે અને આવકના નવા રસ્તા પણ ખુલશે નોકરી કરતા લોકોને પ્રમોશન પણ મળી શકે છે. 

વૃષભ 

ગુરુના નક્ષત્ર પરિવર્તનથી વૃષભ રાશીના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો જીવનસાથી શોધી રહ્યા છે તેમની તલાશ આ સમય દરમિયાન પૂરી થશે. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. સમય અનુકૂળ.

કન્યા 

ગુરુના નક્ષત્ર પરિવર્તનથી કન્યા રાશિના લોકોને આર્થિક લાભ થશે. અચાનક ધન લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પગાર વધારો કે પ્રમોશન પણ મળી શકે છે. આ સમય દરમિયાન રોકાણ કરશો તો સારું રિટર્ન મળશે. 

વૃશ્ચિક 

વૃશ્ચિક રાશિના લોકોને પણ ગુરુના નક્ષત્ર પરિવર્તનથી લાભ થવાનો છે. જે સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી હતી તે હવે પૂરી થશે. કારોબાર વધારવાનું વિચારતા લોકો માટે સારો સમય. 

મકર 

ગુરુનું નક્ષત્ર પરિવર્તન મકર રાશિના લોકોને સૌભાગ્ય અપાવશે. લાંબા સમયથી જે કોર્ટ કચેરીના કામ હતાં તેનું સમાધાન આવશે. જીવનસાથી સાથે સમય સારો પસાર થશે. પારિવારિક સમસ્યાઓ દૂર થશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles