ભગવાન શિવના શ્રદ્ધાળુઓ દ્વારા શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવે છે. આ મહિનો હિન્દુઓ માટે સૌથી મહત્વનો અને પવિત્ર મહિનો છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં ભગવાન શિવના મંદિરો આવેલા છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભગવાન શિવના ભક્તો ઉપવાસ રાખે છે. ભગવાન શિવ ભોલેનાથ, શંકર અથવા તો વિનાશના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હર હર મહાદેવ બોલો અને ગુજરાતમાં આવેલા આ જાણીતા શિવ મંદિરો વિશે જાણો અને આ અંગેની માહિતી મેળવો.
ગુજરાતના જાણીતા શિવ મંદિરો
સોમનાથ મંદિર, વેરાવળ
સોમનાથ મંદિર સમગ્ર વિશ્વમાં ખૂબ જાણીતુ છે. અરબી સમુદ્રના તટ પર આ મંદિર આવેલું છે. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. આ મંદિરને મહમૂદ ગઝનવી દ્વારા અનેક વખત તોડીને લૂટવામાં આવ્યું હતું, જોકે દેશ આઝાદ થયા બાદ ફરી વખત આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ભડકેશ્વર મહાદેવ મંદિર, દ્વારકા
પાંચ હજાર વર્ષ અગાઉ અરબ સમુદ્રમાંથી એક શિવલિંગ પ્રગય થયું હતું. જેને દ્વારકામાં શ્રી ભડ્કેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. જૂન/જુલાઈ મહિનામાં સમુદ્ર શિવલંગનો અભિષેક કરે છે અને ક્યારેક-ક્યારેક મંદિર સમુદ્રનો હિસ્સો બની જાય છે. આ મંદિર દ્વારકાના પશ્ચિમમાં અરબ સમુદ્ર પર એક પહાડ પર સ્થિત છે. શિવરાત્રીના રોજ આ મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, દેવભૂમિ દ્વારકાની યાત્રા કરતી વખતે આ મંદિરની અચૂકપણે મુલાકાત લઈ શકાય છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, દ્વારકા
ગોમતી અને દ્વારકાના બીચ નાગેશ્વર જ્યોર્તિલિંગ આવેલ છે, નાગેશ્વરનો અર્થ થાય છે ‘નાગોના ભગવાન’. ભગવાન શિવના ગળામાં વાસુકી નામનો સાંપ હોય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યકતિ નાગેશ્વરની પૂજા કરે છે તેમના મન અને આત્મા વિષ-મુક્ત થાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શિવની પૂજા કરી હતી અને તેમણે અહીં રુદ્રાભિષેક પણ કર્યો હતો.
ભવનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ
એક વખત ભગવાન શિવ અને પાર્વતી ગિરનારના પહાડોથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે તેમના દિવ્ય વસ્ત્ર વર્તમાન મૃગી કુંડ પર પડી ગયા હતા. પ્રાચીન હિંદુ મંદિર જૂનાગઢની નજીક ભવનાથ ગામમાં આવેલ છે. ભક્તો મહાશિવરાત્રી, ગિરનાર લિલી પરિક્રમા તથા શ્રાવણ મહિના દરમિયાન મંદિરના દર્શન કરે છે.
કોટેશ્વર મંદિર, કચ્છ
રાવણને ભગવાન શિવથી મહાન આધ્યાત્મિક શક્તિવાળા શિવલિંગ માટે વરદાન મળ્યું હતું, જે તેમના ધર્મપરાયણતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતુ. જોકે, રાવણે પોતાના અહંકાર વચ્ચે ઉતાવળમાં ભૂલથી કોટેશ્વરમાં શિવલિંગ મુકી દીધુ હતું. જેને લીધે શિવલિંગના અનેક સ્વરૂપ ઉભરી આવ્યા હતા. આ સ્થળ કચ્છમાં આવેલું છે.
ત્રિનેત્રેશ્વર મંદિર તરણેતર
ત્રિનેત્રેશ્વર મંદિર તેના રંગથી ઓળખ ધરાવે છે. આ મંદિર ખાતે ભાદરવા સુદ પાંચમના રોજ તરણેત્તર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તરણેત્તર મંદિરમાં 2 શિવલિંગ છે. તરણેત્તરના મંદિરોના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે 52 ગજનો વિશાળ ધ્વજ ફરકાવવામાં આવે છે.
નિષ્કલંક મહાદેવ મંદિર, ભાવનગર
નિષ્કલંક મહાદેવ મંદિર- જે ‘સમુદ્રની અંદર મંદિર’ નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરની સ્થાપના કુરુક્ષેત્ર યુદ્ધ બાદ પાંડવો દ્વારા સ્થાપવામાં આવ્યા હતા. આ મંદિરમાં 5 વિવિધ સ્વયંભૂ શિવ લિંગ છે.ઉચ્ચ મોજાની સ્થિતિમાં આ મંદિર જળમગ્ન થઈ જાય છે.
ગલ્તેશ્વર મંદિર, ડાકોર
ગલતેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના સરનાલ ગામની પાસે છે અને મહી નદીઓનો સંગમ સ્થિત છે. આ માટે મંદિરનું નામ ગલતા નદીનું નામ પડે છે.મંદિર કલા અને વાસ્તુકલામાં સમૃદ્ધ છે. મંદિરની દિવાલો પર ભગવાન, ગંધર્વ, મનુષ્ય, ઋષિ, ઘુડસવાર, હાથી સવાર, રથ, ડોલી (પાલખી) અને જન્મથી લઈ મૃત્યુ સુધી માનવ જીવનની ઘટનાઓની નક્કાશી કરવામાં આવેલ છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)