દર વર્ષે શ્રાવણ મહીનાની અમાસ તિથિને હરિયાળીઅમાસ કહેવામાં આવે છે. આ ઉપરાંત તેને શ્રાવણ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવજીના સૌથી પ્રિય મહિનામાં આ અમાસ આવતી હોવાથી ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુજીની વિવિધત પૂજા કરવાની સાથે તર્પણ, પિંડદાન કરવાની સાથે અન્ન દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ વર્ષની હરિયાળી અમાસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ વર્ષે 148 વર્ષ બાદ ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ હરિયાળી અમાસના દિવસ ક્યા ઉપાયો કરવા જોઇએ.
હરિયાળી અમાસ પર બનશે રવિ પુષ્ય યોગ
આ દિવસે રવિવાર હોવાની સાથે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. એવામાં આ દિવસે કરવામાં આવેલા કાર્યોથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. રવિ પુષ્ય યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવામાં કોઇ પણ કામ કરવાથી અનેક ગણું ફળ મળે છે. આ સાથે જ પિતૃઓની શાંતિ માટે પૂજા પાઠ કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
હરિયાળી અમાસના દિવસે કરો આ ઉપાય
પિતૃઓને પ્રસન્ન કરવા માટે
હરિયાળી અમાસના દિવસે પિતૃઓને તર્પણ એટલે કે જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આ સાથે જ પિતૃઓના નામ પર વૃક્ષ લગાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેનાથી પિતૃ દોષ પણ દૂર થાય છે.
ધન લાભ માટે
પૈસાની તંગી હોય અને તમારા બનતા કામ બગડતા હોય તો એક પીળા રંગના કપડામાં એક ચાંદીનો સિક્કો બાંધીને રાખી લો. તેનાથી તમારી કુંડળીમાં ગુરૂ બૃહસ્પતિની સાથે ચંદ્રમાની સ્થિતિ પણ મજબૂત થશે. તેનાથી સમાજમાં માન સન્માન વધવાની સાથે પૈસાની તંગી પણ દૂર થશે.
શનિની કૃપા મેળવવા માટે
જો તમારી કુંડળીમાં શનિ દોષ, શનિ સાઢેસાતી અથવા ઢૈયા ચાલી રહી છે, અને તેના કારણે શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો હરિયાળી અમાસના દિવસે સાંજના સમયે 6થી 8 વાગ્યાની વચ્ચે બિલીના વૃક્ષ નીચે ઘીનો દિવો પ્રગટાવો. આમ કરવાથી શિવજીની સાથે શનિદેવની વિશેષ કૃપા થશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
હરિયાળી અમાસના દિવસે લગાવો વૃક્ષ
આ દિવસે વૃક્ષ લગાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ત્રિદેવની સાથે માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે. તેથી હરિયાળી અમાસના દિવસે ગુલાબ, કનેર, સૂર્યમુખી, ખેર, લાલ ચંદન, ચમેલી, બરગદ, પીપળ, લીમડો, કેરી, અપામાર્ગ, શમી, ગલગોટાના ફૂલ, અશ્વગંધા વગેરે લગાવી શકો છો. આમ કરવાથી કુંડળીમાં નવ ગ્રહોની સ્થિતિ મજબૂત થશે.
ધન-સંપત્તિ માટે
જો તમે જીવનમાં સુખ-શાંતિ અને ધન-સંપત્તિ ઇચ્છો છો તો હરિયાળી અમાસના દિવસે એક નાની એક કાંચની વાટકી કે કન્ટેનરમાં 3-4 મુઠ્ઠી ચોખા, એક હળદરની ગાંઠ અને થોડા મોતી રાખી દો અને તેને સારી રીતે બાંધીને ઉત્તર દિશામાં રાખો અને એક વર્ષ સુધી એમ જ રહેવા દો. કાચ બુધને, ચોખા ચંદ્રને, હળદર ગુરૂની કારક માનવામાં આવે છે. ભગવાન ગણેશની દિશામાં તેને રાખવાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધન સંપત્તિ પણ પ્રાપ્ત થશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)