fbpx
Wednesday, November 27, 2024

દિવસની શરૂઆત હંમેશા આ હેલ્ધી ડ્રિંક્સથી કરો જે છે પોષક તત્વોથી ભરપૂર

દિવસભર એક્ટિવ રહેવા માટે કેટલાક હેલ્ધી હોમમેઇડ પીણાંનું સેવન કરી શકાય છે. પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર આ પીણાં તમને વરસાદની મોસમમાં તાજા અને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરશે.

ભારતમાં ચા અને કોફીના શોખીનોની યાદી લાંબી છે. તેમજ આ લોકો દિવસની શરૂઆત પણ ચા-કોફી સાથે જ થતી હોય છે. ચા-કોફી પીધા વગર તો તેમનો દિવસ જાણે અધુરો હોય તેવું લાગે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે ખાલી પેટે કેફીન પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. આટલું જ નહીં તમારી એનર્જી પર પણ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં પ્રશ્ન થઈ શકે છે કે સ્વસ્થ રહેવા માટે દિવસની શરૂઆત શું કરવી જોઈએ?

દિવસભર એક્ટિવ રહેવા માટે કેટલાક હેલ્ધી હોમમેઇડ ડ્રિંક્સનું સેવન કરી શકાય છે. પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર આ પીણાં તમને વરસાદની મોસમમાં તાજા અને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરશે. તે તમને દિવસભર એક્ટિ પણ રાખે છે.

આમળાનું જ્યૂસ : સ્વાદમાં ખાટા આમળાનો રસ દરેક સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે ત્વચા અને વાળને ઘણા ફાયદા આપે છે. જો તમે ઈચ્છો તો આમળાના રસમાં કાકડી, અજમો અને આદુ મિક્સ કરીને પણ પી શકો છો.

ગાજરનું જ્યૂસ : તમે તમારી જાતને દિવસભર એક્ટિવ રાખવા માટે ગાજરનો જ્યૂસ પણ પી શકો છો. તમને જણાવી દઈએ કે આ જ્યુસ માત્ર પોટેશિયમ અને વિટામીન સી જ નથી આપતું, પરંતુ પ્રોવિટામીન Aથી પણ ભરપૂર છે. આવી સ્થિતિમાં ગાજરનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને આંખ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એપલ જ્યૂસ : એક્ટિવ રહેવા માટે તમે સફરજનના જ્યૂસથી પણ દિવસની શરૂઆત કરી શકો છો. તમને જણાવી દઈએ કે સફરજન અને તેનો રસ વિટામિન, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. સફરજનમાં હાજર ફાઈબર પેટના સ્વાસ્થ્યને સુધારે છે. આવી સ્થિતિમાં, તમે દરરોજ એક ગ્લાસ સફરજનનો રસ પી શકો છો.

સંતરાનું જ્યૂસ : નિષ્ણાતોના મતે વિટામિન સીથી ભરપૂર સંતરાનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા ધરાવે છે. વાસ્તવમાં, આ રસ નેચરલ એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે અને તમને ઘણા કલાકો સુધી તાજા રાખે છે. તમે તેને ઘરે સરળતાથી બનાવીને પી શકો છો.

લીંબુ પાણી : ઉનાળા ઉપરાંત વરસાદની ઋતુમાં પણ લીંબુ પાણી પી શકાય છે. તમને જણાવી દઈએ કે લીંબુમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો તમે ઈચ્છો તો ફુદીનાના પાન અને થોડું મધ ઉમેરીને તેને સ્વાદિષ્ટ અને ફાયદાકારક બનાવી શકો છો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles