fbpx
Wednesday, January 15, 2025

શિવપુરાણ સાંભળવા માટે અમુક વિધિઓ અને નિયમોનું પાલન કરવું છે જરૂરી

શ્રાવણ માસ ભગવાન શિવને સૌથી વધુ પ્રિય છે. આ મહીનામાં ભગવાન ભોલેનાથની સંપૂર્ણ શ્રદ્ધા અને વિધિ અનુસાર પૂજા અને વ્રત કરવાથી તેમની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શ્રાવણના શુભ માસમાં ભગવાન ભોલેનાથનો મહિમા અને તેમના રહસ્યોને સમાવિષ્ટ કરતા દિવ્ય ગ્રંથ શિવ પુરાણ સાંભળવા અને વાંચવાથી મનોકામનાઓની પૂર્તિની સાથે પુણ્ય લાભ મળે છે અને જીવનના અંતે શિવ જગતમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

શિવપુરાણ સાંભળવા માટે અમુક વિધિ અને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી છે. જો તમે શિવપુરાણને યોગ્ય રીતે અને નિયમિત ન સાંભળો તો તેનાથી મળનારા શુભ ફળથી તમે વંચિત રહી શકો છો. તો ચાલો જાણીએ શિવપુરાણ સાંભળવાની વિધિ અને નિયમો વિશે.

શિવપુરાણ સાંભળવાની વિધિ શું છે?

શિવપુરાણ અનુસાર, સૌપ્રથમ તમારે કોઈ જ્યોતિષી પાસેથી કથા સાંભળવાનું મુહૂર્ત જાણવું જોઈએ અને તેને દાન આપવું જોઇએ. મુહૂર્ત કાઢ્યા પછી તમારી આસપાસના લોકોને અને તમારા સંબંધીઓને શિવપુરાણની કથા સાંભળવાનું આમંત્રણ આપો. જે લોકો શિવપુરાણની કથા સાંભળવા આવે છે, તેમનું કરવું જોઈએ.

શિવપુરાણ સાંભળવા માટે મંદિર, ઘર, વન કે તીર્થ પર સારા સ્થાનનું નિર્માણ કરવું જોઇએ. કેળાના સ્તંભથી સુશોભિત કથામંડપ તૈયાર કરવો જોઇએ. તેને ફૂલ, પાંદડા વગેરેથી સજાવવો જોઇએ. તેના ચારેય ખૂણા પર શિવ ધ્વજ લગાવો.

ભગવાન શિવ માટે દિવસ આસન બનાવો. કથાવાચક માટે પણ બેસવાની સારી વ્યવસ્થા કરવી જોઇએ. કથા વાચક પ્રત્યે તમારા મનમાં કોઇ પણ ખરાબ ભાવના ન રાખો.

કથા વાચકે શિવ પુરાણની કથા સૂર્યોદયથી લઇ સાડા ત્રણ પહોર સુધી કરવી જોઇએ. મધ્યાહ્ન સમયે થોડીવાર કથા બંધ કરવી જોઇએ, જેથી શ્રોતાઓ મળ-મૂત્ર ત્યાગ કરી શકે.

કથા શરૂ થવાના એક દિવસ પહેલા વ્રત રાખવું જોઇએ. શિવ પુરાણની કથા શરૂ કરતા પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ ભગવાન શિવ અને શિવ પુરાણની પૂજા કરો. ત્યાર પછી શ્રોતાઓએ તન અને મનથી શુદ્ધ થઇને ધ્યાનથી કથા સાંભળવી જોઇએ.

જે શ્રોતાઓ અને વક્તાઓ અનેક કાર્યોમાં વ્યસ્ત છે અને કામ વગેરે છ દુર્ગુણોથી પરેશાન છે, તેમને શિવપુરાણની કથા સાંભળવાથી કોઈ પુણ્ય મળતું નથી.

જે શ્રોતાઓ પોતાની બધી ચિંતાઓ ભૂલીને દિલથી કથા સાંભળે છે. તેમને સારા ફળ મળે છે.

શિવ પુરાણ સાંભળવાના નિયમો

જે વ્યક્તિએ ગુરૂ પાસેથી દિક્ષા નથી લીધી, તેને શિવ પુરાણ સાંભળવાનો કોઇ અધિકાર નથી. શિવ કથા સાંભળવા માટે દીક્ષા લેવી જરૂરી છે.

કથા સાંભળનાર વ્યક્તિએ બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જરૂરી છે, જમીન પર સૂવું, પાતરમાં ખાવું અને કથા સાંભળ્યા બાદ જ અન્ન ગ્રહણ કરવું જોઇએ.

જે લોકો સામર્થ્યવાન છે, તેમણે શિવ પુરાણની કથા સાંભળવા સુધી ઉપવાસ રાખવો જોઇએ. એક જ વખત ભોજન લેવું. કઠોળ, દાળ, ભારે અનાજ, બળી ગયેલો ખોરાક, વાસી ખોરાક, લસણ, ડુંગળી, ગાજર, હિંગ અને નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.

શિવ પુરાણની સમાપ્તિ પર પુરાણ અને વક્તાની પૂજા કરવી જોઇએ. તે પુસ્તકને રાખવા માટે નવું અને સુંદર સ્થાન બનાવો. કથામાં આવેલા બ્રાહ્મણોને દાન કરો.

ગૃહસ્થ લોકોએ કથા સમાપ્તિ બાદ શ્રવણ કર્મની શાંતિ માટે હવન કરવું. સાધુ-સંન્યાસીએ ગીતના પાઠ કરવા. હવનમાં તમે ગાયત્રી મંત્ર અથવા રૂદ્ર સંહિતાના મંત્રોને ઉપયોગ કરી શકો છો. જો હવન નથી કરી શકતા તો શિવ સહસ્ત્રાનામનો પાઠ કરો.

કથા શ્રવણ વ્રતની પૂર્ણતા માટે મધમાં બનેલી ખીરનું ભોજન 11 બ્રાહ્મણોને કરાવીને તેમને દક્ષિણા આપો. વિધિ અને નિયમો સાથે શિવ પુરાણની કથા સાંભળવાથી વ્યક્તિને મોક્ષ અને સંપૂર્ણ ભોગ પ્રાપ્ત થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles