પુરાણો અનુસાર શિવજીને ભસ્મ સૌથી વધારે પ્રિય હોવાથી તેને પોતાના શરીરે ધારણ કરે છે. ભસ્મનો અર્થ થાય છે – ભ એટલે નાશ અને સ્વ એટલે સ્મરણ. એટલે કે સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈને ઈશ્વરનું સ્મરણ કરવું. શિવપુરાણની અંદર પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે વ્યક્તિ ભસ્મને શરીરે લગાવાશે તેના સર્વ દુ:ખ અને પાપ દૂર થશે. ભસ્મ શારીરિક અને આધ્યાત્મિક બળ વધારે છે અને મૃત્યુના સમયે પણ અત્યંત આનંદ આપે છે.
શિવજીને ભસ્મ અર્પણ કરવાથી શું લાભ થાય છે
વૈદિગ ધર્મગ્રંથો અનુસાર શિવજીનો શ્રુંગાર ભસ્મથી કરવાથી આવે તો તેઓ વધુ પ્રસન્ન થાય છે. ભાવિકોના તમામ કષ્ટને તેઓ હરી લે છે. આ સિવાય ભસ્મ ચડાવવાથી ભક્તોનું મન સંસારની માયામાંથી મુક્ત થઈ મોક્ષ તરફ વળે છે. જો કે મહિલાએ શિવલિંગ પર ભસ્મ ચડાવવું અશુભ માનવામાં આવે છે.
શા માટે પ્રિય છે ભોલેનાથને ભસ્મ
પુરાણો અનુસાર સતીના મોત બાદ ભગવાન શિવ તાંડવ કરી રહ્યા હતા. ત્યારે વિષ્ણુ ભગવાને તેમના સુદર્શન ચક્રથી સતીનો મૃતદેહ ભસ્મ કરી નાખ્યો. ભગવાન શિવ સતીનો વિયોગ સહન ન કરી શક્યા. અને આ સમયે તેમણે સતીની ભસ્મને પોતાના શરીરે લગાવી દીધી. ત્યારથી એવું મનાય છે તે શિવજીને ભસ્મ પ્રિય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)