મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને તેની સાથે સાથે તેઓ ઘર પણ ચલાવી રહી છે. આ બધાની વચ્ચે તેઓ બીજાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે પરંતુ ઘણીવાર તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બની છે અને તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. સ્વાસ્થ્યને જાળવવા માટેનું સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ છે કે ખાવાની સારી આદતો બનાવો.
ઘર અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહે છે, તો દિનચર્યામાં કેટલાક સીડ્સ સાથે રાખી શકાય છે અને તેને નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે. આ રીતે, શરીરને પોષક તત્વો મળતા રહેશે અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી પણ બચી જવાય છે. તો ચાલો જાણીએ તે સીડ્સ વિશે જે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
સૂર્યમુખીના બીજ
મહિલાઓએ તેની ડાયેટમાં સૂર્યમુખીના બીજનો સમાવેશ કરવો જોઈએ. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનની સમસ્યાને અટકાવે છે અને થાઈરોઈડ અને પીએમએસ પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ જેવી સમસ્યાઓની શક્યતાઓ ઓછી રહે છે. આ સિવાય સગર્ભાવસ્થા દરમિયાન સૂર્યમુખીના બીજનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે.
વરિયાળી
વરિયાળી પણ એક પ્રકારનું બીજ છે જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. વરિયાળીનું સેવન પણ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વરિયાળીનું પાણી પીવાથી મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ એટલે કે પીરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો અને ખેંચાણથી રાહત મળે છે.
અળસીના બીજ
મહિલાઓએ તેમના આહારમાં અળસીના બીજનો પણ સમાવેશ કરવો જોઈએ. જો કે, તેની ગરમ તાસીરના કારણે, તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. અળસીના બીજ મહિલાઓમાં અનિયમિત માસિક ધર્મની સમસ્યાને રોકવામાં અસરકારક છે. તે શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે અને પ્રજનન ક્ષમતા વધારવામાં પણ મદદરૂપ છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)