શુક્ર ધન અને સૌંદર્યનો કારક ગ્રહ છે. જેને અંગ્રેજીમાં વીનસ કહે છે. હાલ શુક્ર સૂર્યની રાશિમાં છે. હાલમાં જ શુક્રએ કર્ક રાશિમાંથી સિંહ રાશિની સફર પૂરી કરી છે. હવે આગામી 19 દિવસ એટલે કે 24 ઓગસ્ટ સુધી શુક્ર સૂર્યની સિંહ રાશિમાં રહેશે. શુક્રની ચાલ શુભ હોય તો માતા લક્ષ્મીની કૃપા રહે છે. શુક્ર 25 તારીખે બુધની રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના સિંહમાં ગોચરથી કેટલીક રાશિઓને છપ્પરફાડ લાભ થઈ શકે છે. જાણો તે રાશિઓ કઈ છે.
મેષ
શુક્રનું સિંહ રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિના કેટલાક લોકોને ધનવાન બનવાની તક મળી શકે છે. ઉદ્યોગપતિઓ માટે સમય સારો ગણવામાં આવી રહ્યો છે. ધનની આવક થશે અને કરજથી મુક્તિ મળી શકશે. પરિવાર સાથે ફરવા જઈ શકો છો. આ સમય રોકાણ તરીકે પણ શુભ ગણવામાં આવી રહ્યો છે.
સિંહ
સિંહ રાશિના લોકો માટે શુક્રનું આ રાશિ પરિવર્તન ખુબ ફળદાયી છે. સરકારી નોકરી કરનારાઓને શુભ ફળ મળી શકે છે. વેપાર કરનારાઓની સ્થિતિ સારી રહેશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સમૃદ્ધ થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. પૂજા પાઠમાં મન જાળવી રાખજો.
તુલા
તુલા રાશિના જાતકો માટે શુક્રનું સિંહમાં ગોચર લાભકારી ગણવામાં આવી રહ્યું છે. ગ્રહોના શુભ પ્રભાવથી વેપારીઓને વધુ નફો થાય તેવી શક્યતા છે. જીવનમાં આવી રહેલી તકલીફો ધીરે ધીરે દૂર થશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પોતાને તણાવમુક્ત અને ખુશ રાખવા માટે કુદરત સાથે સમય વિતાવો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)