કાળા મરી એક ગરમ મસાલો છે. ભારતીય ભોજનનો સ્વાદ કાળા મરી વધારે છે. કાળા મરી આયુર્વેદિક ગુણોથી ભરપુર હોય છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કાળા મરીને લોકો ચામાં ઉમેરીને પીવે છે, ભોજનમાં, સુપમાં અને અલગ અલગ વસ્તુઓમાં પણ ઉમેરે છે. શરદી, ઉધરસ જેવી સમસ્યા હોય તો પણ મરીનું સેવન કરવાથી રાહત મળે છે.
જો કે અઢળક ફાયદા કરતા કાળા મરીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. વધારે પ્રમાણમાં કાળા મરી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે. શરીરને કાળા મરી કેવા નુકસાન કરે છે તે પણ આજે તમને જણાવીએ.
વધારે કાળા મરી ખાવાથી થતા નુકસાન
વધારે પ્રમાણમાં કાળા મરી ખાવાથી પેટમાં બળતરા થાય છે.
વધારે કાળા મરી ખાવાથી ગેસ અને પેટ ફુલવાની સમસ્યા થઈ શકે છે.
કાળા મરી વધારે ખાવાથી માઈગ્રેનની સમસ્યા થાય છે.
કાળા મરીનું સેવન કરવાથી ત્વચા અને આંખમાં એલર્જી થઈ શકે છે.
કાળા મરી ખાવાથી બ્લડ પ્રેશ પણ વધી શકે છે.
વધારે માત્રામાં કાળા મરી ખાવાથી કિડનીની સમસ્યાઓ પણ થાય છે.
કાળા મરી ખાવાથી ઈંફેકશન મટે છે પરંતુ વધારે કાળા મરી ખાવાથી સંક્રમણ વધી પણ શકે છે.
કાળા મરી વધારે ખાવાથી દાંતને નુકસાન થાય છે.
કાળા મરી ખાવાથી ઊંઘ ન આવવી સમસ્યા થાય છે.
કાળા મરી ખાવાથી કેટલાક લોકોને ત્વચા પર ઈરિટેશન થઈ શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)