વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને કેતુની યુતિ 18 વર્ષ બાદ કન્યા રાશિમાં બનવા જઈ રહી છે. બે ગ્રહોની યુતિથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને આત્મવિશ્વાસ, માન-સન્માન, પ્રતિષ્ઠા, સરકારી નોકરી, પિતા અને પ્રશાસનિક સેવાના કારક માનવામાં આવે છે. તો કેતુ ગ્રહને ધ્યાત્મ, વૈરાગ્ય, મોક્ષ, તાંત્રિક વગેરેનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે આ બંને ગ્રહોની યુતિ બને છે તો આ સેક્ટરો પર વિશેષ પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ સપ્ટેમ્બરમાં કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જ્યાં પહેલાથી માયાવી ગ્રહ કેતુ બિરાજમાન છે. જેનાથી કન્યા રાશિમાં કેતુ અને સૂર્યનો સંયોગ બની રહ્યો છે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિના જાતકોને નવી નોકરી અને વેપારમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. જાણો ભાગ્યશાળી રાશિઓ વિશે…
કન્યા
તમારા લોકો માટે સૂર્ય અને કેતુની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમારી કાર્ય શૈલીમાં નિખાર આવશે. સાથે કનયા રાશિના કુંવારા લોકો માટે લગ્નનો યોગ બનશે. જે લોકો પરીણિત છે તેનું લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહેશે. આ સમયમાં તમે રોકાણ કરશો તો ભવિષ્યમાં મોટો લાભ થઈ શકે છે. સાથે તમે તમારા વેપારના વિસ્તાર માટે ખર્ચ કરશો તેનાથી લાભ થશે. આ સમયે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.
મકર
સૂર્ય અને કેતુનો સંયોગ મકર રાશિના જાતકો માટે ફળયાદી રહેશે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના નમવ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ દરમિયાન તમારા બિઝનેસમાં જોરદાર પ્રગતિ થશે. તમને પિતા પાસેથી ધનલાભ થશે. આ સમયે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ સમયમાં જે વિદ્યાર્થીઓ વિદેશ જઈ અભ્યાસ કરવા ઈચ્છે છે તેનું સપનું પૂરુ થઈ શકે છે.
મિથુન
તમારા લોકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ચોથા ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સમયમાં તમને પૈતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે. નોકરી કરનાર જાતકો અને વેપારીઓને તેની મહેનતનો લાભ મળશે. જે લોકો નોકરી બદલવા ઈચ્છી રહ્યાં છે તેને સફળતા મળી શકે છે. આ દરમિયાન તમને માતાનો સહયોગ પ્રાપ્ત થશે અને માતાના માધ્યમથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)