વરસાદી વાતાવરણમાં લીલા પાનવાળા શાકભાજી ખાવાની મનાઈ કરવામાં આવે છે. કારણ કે વરસાદી ઋતુમાં પાનવાળા શાકભાજીમાં કીડા વધી જાય છે. પરંતુ કેટલીક જંગલી શાકભાજી એવા હોય છે જે ચોમાસા દરમિયાન જ મળતા હોય છે અને આ સમયે તેને ખાવાથી શરીરને ફાયદો પણ થાય છે. ચોમાસા દરમિયાન મળતા અને ચોમાસામાં ખાવાથી ફાયદો કરે તેવા શાકમાંથી એક અરબીના પાન છે. જેને અળવીના પાન પણ કહેવાય છે. ચોમાસા દરમિયાન અળવીના પાનનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. અળવીના પાનથી થતા આ ફાયદા વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય.
અળવીના પાનનો સૌથી વધુ ઉપયોગ ગુજરાતની પ્રખ્યાત વાનગી પાતરા બનાવવા માટે થાય છે. પરંતુ અરબીના પાનમાંથી શાક બનાવીને કે ભાજી બનાવીને પણ ખાઈ શકાય છે. આ પાનનો ઉપયોગ કોઈપણ રીતે કરો તો તેનાથી શરીરને ફાયદો થાય છે. કારણકે અરબીના પાન વિટામીન સી, વિટામીન એ અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે. ચોમાસા દરમિયાન આ પાન ખાવાથી ઘણી બધી બીમારીઓમાં અને સમસ્યામાં ફાયદો થાય છે.
અળવીના પાન ખાવાથી થતા ફાયદા
અળવીના પાનમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. બીટા કરોટીન શરીરમાં પહોંચીને વિટામિન એ બને છે. વિટામીન એ આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તત્વો છે. તે આંખની રોશની વધારે છે.
આયરનની ખામીના કારણે એનિમિયા થઈ જાય છે. એનિમિયામાં શરીરનું લોહી સતત ઓછું થઈ જાય છે જેના કારણે વ્યક્તિના શરીરમાં નબળાઈ આવવા લાગે છે. અળવીના પાન ખાવાથી શરીરમાં આયરનની ઉણપ હોય તો તે દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે.
એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપુર અરબીના પાન સ્કીન અને વાળને હેલ્થી બનાવે છે. અરબીના પાનમાં એવા તત્વ હોય છે જે સ્કીન પર ગ્લો લાવે છે અને વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરે છે.
ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે શરીરમાં જામેલું ફેટ ઝડપથી ઓછું કરવું હોય તો અરબીના પાનનું સેવન કરવું જોઈએ. અરબીના પાનમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે અને પ્રોટીન વધારે હોય છે. જો તમે અરબીના પાનનું સેવન કરો છો તો તે હેલ્ધી રીતે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
વરસાદી વાતાવરણમાં વારંવાર બીમારી આવી જતી હોય છે. કારણ કે ચોમાસામાં લોકોની ઇમ્યુનિટી નબળી પડી જાય છે. તેવામાં અરબીના પાનનું સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને બીમારીનું જોખમ ઘટે છે. અરબીના પાનમાં એવા પોષક તત્વો પણ હોય છે જે બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)