ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય છે. કોઈપણ શુભ કાર્ય કે માંગલિક કાર્યની શરૂઆતમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. જે પણ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજા-અર્ચનાથી કરવામાં આવે તે કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસ બુધ ગ્રહ સંબંધિત પણ છે. બુધવારે વિધિપૂર્વક ગણેશજીની ઉપાસના કરવામાં આવે તો ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે.
માન્યતા છે કે જો નવું કાર્ય શરૂ કરવાનું હોય તો બુધવારના દિવસે કરવું જોઈએ તેનાથી સફળતા બમણી થઈ જાય છે. આ સિવાય બુધવારના દિવસે કરેલા કેટલાક ઉપાય વિશેષ લાભ પ્રદાન કરે છે. બુધવારે કરવાના આ ઉપાય વ્યક્તિના જીવનના કષ્ટ દૂર કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન વધારે છે. તો ચાલો તમને જણાવીએ બુધવારના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે.
બુધવારના ચમત્કારી ઉપાય
બુધવારના દિવસે કોઈપણ કિન્નર પાસેથી 1 રૂપિયો માંગી લો. જો તે ખુશી ખુશી 1 રૂપિયો આપે તો તે સિક્કાને ઘરે લાવી તિજોરીમાં રાખો તમારા ઘરમાં હંમેશા બરકત રહેશે.
બુધવારના દિવસે ઘઉંની રોટલી પર ગોળ લગાડીને ભેંસને ખવડાવો. તેનાથી સ્વસ્થ, સુંદર અને નિરોગી કાયા પ્રાપ્ત થાય છે અને રોગ દૂર થાય છે.
જે લોકોના જીવનમાં પૈસાની સમસ્યા હોય તેમણે બુધવારના દિવસે 1 રૂપિયાના સિક્કાનો આ ઉપાય જરૂરથી કરવો. આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે. તેના માટે 1 રૂપિયાનો સિક્કો લઈ તેના પર સરસવના તેલનું ટીપું રાખો. ત્યાર પછી ગણેશજીની સામે જઈ તેમને આર્થિક ઉન્નતિ માટે પ્રાર્થના કરો. પછી આ સિક્કાને શની મંદિરમાં મૂકી આવો.
શત્રુઓની બાધાથી છુટકારો મેળવવો હોય તો બુધવારના દિવસે એક પથ્થર લેવો. તેના પર કોલસાથી પોતાના શત્રુનું નામ લખો. ત્યાર પછી આ પથ્થરને પાણીમાં પ્રવાહિત કરી દો. ચાર બુધવાર સુધી આ ઉપાય કરવો.
જો વેપારમાં સફળતા મેળવવી હોય તો બુધવારના દિવસે મદારના છોડની કંકુ ચોખાથી પૂજા કરો. આ સિવાય લીમડાના ઝાડમાં પાણી અર્પણ કરો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)