આપણને સ્વસ્થ બનાવવા માટે ઝિંક ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં જ્યારે રોગો ઝડપથી વધે છે ત્યારે તેને તમારા આહારમાં ઝિંક સામેલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઝીંક સામાન્ય રીતે પ્રાણીમાં જોવા મળે છે, પરંતુ ઘણી શાકાહારી વસ્તુ છે જેમાંથી ઝિંક મળે છે.
ચોમાસા દરમિયાન હવામાન ઘણીવાર ઠંડુ અને ભેજવાળું બની જાય છે, જેના કારણે લોકોમાં અનેક પ્રકારના રોગ ફેલાય છે અને સમસ્યાઓનો ભોગ બને છે.
આ ઋતુમાં ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે, જેના કારણે ચોમાસામાં ઘણી બીમારીઓના કેસ વધી જાય છે. તેથી ચેપ અને રોગોથી બચવાનો સૌથી અસરકારક રસ્તો એ છે કે આહારમાં ઝીંકનો સમાવેશ કરવો. ઝીંક રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ઝીંક સામાન્ય રીતે પ્રાણીમાં જોવા મળે છે. જો તમે પણ શાકાહારી છો અને ઝિંકનો શાકાહારી વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે તમારા આહારમાં આ વસ્તુને શામેલ કરી શકો છો
કોળાના બીજ
કોળાના બીજ, જેને પેપિટાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ બીજમાં માત્ર ઝીંક જ નહીં પરંતુ મેગ્નેશિયમ, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ જેવા અન્ય જરૂરી પોષક તત્વો પણ હોય છે. જર્નલ ઑફ ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના અભ્યાસ મુજબ, કોળાના બીજ ઓક્સિડેટીવ તણાવ અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.
ચણા
ચણા ઝીંકનો બીજો ઉત્તમ શાકાહારી સ્ત્રોત છે. ઝિંકનો સમૃદ્ધ સ્ત્રોત હોવા ઉપરાંત, ચણામાં પ્રોટીન, ફાઇબર અને કેટલાક આવશ્યક વિટામિન્સ છે. ન્યુટ્રિઅન્ટ્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ચણાથી ભરપૂર માત્રમાં ઝીંક મેળવી શકાઈ છે.
કઠોળ
કઠોળ શાકાહારી આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તમારા આહારમાં કઠોળનો સમાવેશ કરીને, તમે ઝિંક સિવાય પ્રોટીન, ફાઇબર અને વિવિધ બી વિટામિન મેળવી શકો છો. ફૂડ કેમિસ્ટ્રીમાં સૂચવવામાં આવ્યું છે કે કઠોળમાં હાજર ઝીંક તત્વ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
કાજુ
કાજુ, જેનો સામાન્ય રીતે ડ્રાય ફ્રુટ તરીકે ઉપયોગ થાય છે, તે પણ ઝીંકનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હેલ્ધી ફેટ, પ્રોટીન, મેગ્નેશિયમ અને કોપર જેવા જરૂરી મિનરલ્સ હોય છે. એક સંશોધન મુજબ, કાજુ જેવા ડ્રાય ફ્રૂટ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દરરોજ ઝિંકની જરૂરિયાતને પૂરી કરવામાં મદદ કરી શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)