એસિડિટી થવી એ એક સામાન્ય સમસ્યા છે, જેનાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. આવી સ્થિતિમાં દવાઓનું સેવન કરવાને બદલે તમે આ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.
એસિડિટીથી રાહત મેળવવા માટે તમે અજમો અને સંચળ નાખેલું પાણી પી શકો છો. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે.
અજમો સંચળનું પાણી બનાવવા માટે એક વાસણમાં પાણી લો અને તેમાં અડધી ચમચી અજમો નાખીને ધીમા તાપે ગરમ થવા દો.
જ્યારે અજમાનું પાણી ઉકળી જાય, ત્યારે ગેસ બંધ કરી તેને એક ગ્લાસમાં કાઢી લો અને તેમાં સંચળ નાખીને ચમચીથી સારી રીતે મિક્સ કરી લો.
પાણી જેવું હૂંફાળું થાય, તરત જ તેને પી લો. સામાન્ય રીતે આ પાણીનું સેવન તમે સવારે ખાલી પેટે કરી શકો છો. પરંતુ એસિડિટી થાય ત્યારે તમે તેને પી શકો છો.
અજમો અને સંચળ બંને પાચનને સુધારવામાં મદદ કરે છે અને એસિડિટીથી છુટકારો અપાવે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)