fbpx
Monday, January 13, 2025

રાત્રે સૂતા પહેલા આટલું કરો, ગરબડથી રાહત મળશે, અને થોડી જ વારમાં ગેસ થઈ જશે છૂમંતર!

વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાન-પાનને કારણે ઘણી બીમારીઓ થતી હોય છે. જ્યારે અત્યારના સમયે મોટાભાગના લોકોને ગેસની સમસ્યા હોય છે, જેના કારણે બેચેની અને બળતરા થતી હોય છે એટલા માટે વ્યક્તિની ઊંઘ પણ બગડતી હોય છે. જો ગેસની સમસ્યા વારંવાર થતી હોય તો અવગણવી નહીં અને ખોરાકની સાથે-સાથે જીવનશૈલીને પણ બેલેન્સ કરવા પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ જો તમને ગેસના કારણે ઊંઘ ન આવતી હોય તો રાત્રે સૂતા પહેલા આટલું જરૂરથી કરવું. આટલું કરવાથી ગેસની સમસ્યામાંથી છુટકારો મળવાની સાથે રાત્રે સારી ઊંઘ પણ મળે છે.

રાત્રે સૂતા સમયે પેટમાં ગેસ બનવાનું કારણ શું છે?

એક્સપર્ટનું કહેવું છે કે રાત્રે સૂતા સમયે કાર્બોહાઈડ્રેટના કારણે પેટમાં ગેસ બનતી હોય છે. જ્યારે રાત્રે વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક ખાવાથી પેટમાં ગેસ બનવા લાગે છે. તેની પાછળનું મૂળ કારણ એ છે કે રાત્રે આંતરડામાં રહેલા ગુડ બેક્ટેરિયા કાર્બોહાઈડ્રેટ સાથે રિએક્ટ કરે છે જેથી ગેસ ઉત્પન્ન થાય છે.

રાત્રે બનતી ગેસથી છૂટકરો મેળવવા આટલું કરો

રાત્રે ગેસ વધારે ગેસ પ્રસાર થાય છે અને બને છે, તેનાથી બચવા માટે યોગ નિષ્ણાતો માલિશ સૂચવે છે, તે માલિશની આ પધ્ધતિ યાદ રાખવી. રાત્રે સૂતા પહેલા દરરોજ બંને હાથે ઝડપી તાળીઓ પાડવી. સાથે બંને હથેળીઓ પર ઓઇલ લગાવીને હથેળીઓને પરસ્પર ઘસવી.

ખાસ કરીને પેટમાં ગેસની સમસ્યા રાત્રે વધારે પરેશાન કરે છે. એવામાં બંને હથેળી પર જ્યાં અંગૂઠો જોઇન્ટ થતો હોય તેની બરોબર નીચે બીજા હાથની આંગળીથી દબાવવો. આ સાથે બાકીની આંગળીઓની વારાફરતી માલિશ કરવી. દરરોજ રાત્રે સૂતા પહેલા આટલી મસાજ કરવાથી ગેસ રીલીઝ થવામાં મદદ કરે છે અને ગેસ બનવાની સમસ્યા ઘટી જાય છે.

ઊંઘની સમસ્યા થશે દૂર

રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા પરેશાન કરે છે તો બંને હાથોની આંગળીઓને જોડીને ફોરહેડના કિનારે હલકા હાથે માલિશ કરવી. આ પ્રોસેસને સતત અમુક સેકન્ડ સુધી કરવાથી ઊંઘ લાવવામાં મદદ મળે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles