fbpx
Monday, January 13, 2025

એરંડાના ઉપયોગથી ઘણી બીમારીઓ દૂર થશે, દુખાવામાં માટે તો રામબાણ ઈલાજ

ભારતમાં ઔષધિય પ્રણાલીથી ઉપચાર પૌરાણિક કાળથી થતો આવ્યો છે. તેમાં વૈદ્ય દ્વારા કેટલાય પત્તામાંથી જડીબુટી બનાવવામાં આવે છે. આવી જ રીતે ઉપચાર કરવામાં આવતો હતો. પણ આ સિસ્ટમ ધીમે ધીમે વિલુપ્ત થતી જાય છે. આજે પણ આપણી આજુબાજુમાં કેટલાય એવા છોડ છે, જેનાથી આપ આપની સારવાર જાતે કરી શકો છો. તેમાંથી એક છોડ છે એરંડાનો. તેના બિયારણથી નીકળતા તેલમાંથી કેટલાય ફાયદા થાય છે, જે આપને રોગમુક્ત કરી શકે છે.

એરંડાના બિયારણથી લઈને પત્તા બધું જ ઉપયોગી હોય છે. આયુર્વેદ અનુસાર, જો એરંડાના પત્તાને દુખાવાની જગ્યાએ બાંધી દેવામાં આવે તો, તે દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તેના પત્તાથી ગઠિયાનો દુખાવો પણ ઠીક થઈ જાય છે. નિષ્ણાંતો અનુસાર, એરંડાના પત્તાનો લેપ લગાવીને દુખાવાની જગ્યા પર આખી રાત પટ્ટી બાંધીને રાખીએ તો, દુખાવામાં ઘણી રાહત મળશે.

આપને જણાવી દઈએ કે, એરંડાના છોડમાંથી તેલ, સાબુ, ઈંધણ, પેન્ટ અને દવાઓ બને છે. આ છોડને ગામડામાં એરંડા કહેવાય છે. એરંડાથી ડાઈ, ડિટર્ઝેંટ, પોલિશ, પેન્ટ, લુબ્રિકેન્ટથી લઈને પોલિશ સુધી 250થી વધારે વસ્તુઓ બનાવવામાં આવે છે. આયુર્વેદમાં એરંડા એટલે કૈસ્ટરના પત્તા, બિયારણ, ફુલ અને મૂળના દરેક ભાગનો ઉપયોગ દવા તરીકે થાય છે.

સોજો અને માંસપેશિઓના દુખાવામાં એરંડાના પત્તાની પેસ્ટ ખૂબ જ રાહત આપે છે. તેના એન્ટી ઈંફ્લેમેટરી ગુણ સોજો અને દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. તેને પ્રભાવિત જગ્યા પર લગાવવાથી તાત્કાલિક રાહત મળે છે.

પેટના દુખાવા અને દસ્તમાં પણ એરંડાના પત્તાનો ઉકાળો અને પેટથી સંબંધિત અન્ય સમસ્યામાં ઉપયોગી થાય છે. આ પાચન તંત્રને સુધારે છે અને આંતરડાની કાર્યક્ષમતાને વધારે છે. તેના સેવનથી પેટનો દુખાવો અને અપચામાં પણ રાહત મળે છે.

ઘણી વાર આપણને વાગે છે. તે ઘા દેખાતો નથી, પણ દુખાવો થાય છે. આ ઘા પર એરંડાના પત્તાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમે ગરમ તેલ કરો, તેમાં એરંડાના પત્તા નાખો અને દુખાવાની જગ્યા પર લગાવો. તેનાથી આપને દુખાવામાં આરામ મળશે. ઈજાના નિશાન પણ ઓછા થશે.

જ્યારે બ્રેસ્ટમાં ગાંઠ બની જાય છે તો ઘણી વાર તેમાં દુખાવો અને સોજો થવા લાગે છે. ત્યારે આવા સમયે તમે તેને ઓછા કરવા માટે એરંડાનો ઉપયોગ કરી શકો છો. એરંડાના પત્તાને ગરમ કરીને દુખાવાની જગ્યા અને સોજાવાળી જગ્યામાં લગાવાથી ઘણી રાહત મળશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles